Gujarat Corona Update: ગુજરાતમાં દર મિનિટે સરેરાશ 3 લોકોને થઇ રહ્યો છે કોરોના, રેકોર્ડ 3160 કેસ
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 3160 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 3160 નવા કોરોના કેસ નોંધાયા છે તો બીજી તરફ 2028 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,00,765 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.52 ટકાએ પહોંચ્યો હતો.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 3160 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 3160 નવા કોરોના કેસ નોંધાયા છે તો બીજી તરફ 2028 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,00,765 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.52 ટકાએ પહોંચ્યો હતો.
SURAT: લોકડાઉને કર્મકાંડી બ્રાહ્મણને એવું કરવા મજબુર કર્યો કે પોલીસ પણ બે ઘડી વિચારમાં પડી
અત્યાર સુધીમાં 67,62,638 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,10,126 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 72,72,764 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારેના કુલ 2,73,041 વયના અને 45-60 વર્ષનાં કુલ 2,73,041 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 25,343 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.
AMRELI: કેસર કેરી સામાન્ય નાગરિકને આ વર્ષે લાગી શકે છે કડવી, મોર ખરી પડ્યા
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 16,252 એક્ટિવ દર્દી છે, જે પૈકી 167 લોકો વેન્ટિલેટર પર છે અને 16,085 લોકો સ્ટેબલ છે. 3,00,765 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4581 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 15 લોકોનાં દુખદ નિધન થયા છે. સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ભાવનગર અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે કોરોનાને કારણે આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube