અતુલ તિવારી/અમદાવાદ :વૈશ્વિક મહામારી કોરોનામાં હવે ધીરે ધીરે રાહત મળી રહી છે. કોરોનાના કેસ ઓછા થઈ રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરોમાં તો એક આંકડામાં જ કોરોનાના કેસ (gujarat corona update) આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોના (corona case) અંગે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખાનગી કોવીડ હોસ્પિટલમાં 96% કરતા પણ વધુ બેડ ખાલી છે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં 4 ટકા કરતા પણ ઓછા બેડ પર કોરોનાના દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અમદાવાદમાં માત્ર 95 કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાનગી કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે હજુ પણ ખાનગી હોસ્પિટલમાં 2,645 બેડ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

70 ખાનગી કોવીડ હોસ્પિટલમાં હવે 2,550 બેડ ખાલી છે. કોરોનાના કેસો (corona virus) ઘટતા ખાનગી કોવિડ હોસ્પિટલની સંખ્યામાં પણ સતત ઘટાડો કરાઈ રહ્યો છે. અમદાવાદ (ahmedabad) સિવિલ કેમ્પસ તેમજ SVP હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 


અમદાવાદમાં આ સિનિયર નેતાઓનું પત્તું કપાઈ શકે છે, ચૂંટણીમાં ફેરવાશે કાતર 


  • અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશનના 1089 બેડ ખાલી, માત્ર 27 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે 

  • 897 HDU બેડ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, જેમાંથી 40 બેડ પર જ દર્દીઓ હવે સારવાર હેઠળ  

  • અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ICU વિથઆઉટ વેન્ટીલેટરના 380 બેડ હવે ખાલી, જેમાંથી માત્ર 17 બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ

  • ICU વિથ વેન્ટીલેટરના અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 184 બેડ ખાલી, હાલ માત્ર 11 જ બેડ દર્દીઓથી ભરાયેલા છે


કડકડતી ઠંડીમાં ગોધરા હાઈવે પર ખાનગી બસ પલટી, 7 મુસાફરો ઈજાગ્રસ્ત


અમદાવાદમાં સતત 1 મહિનાથી કોરોનાના કેસ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.સતત કેસ ઘટતા હવે હોસ્પિટલો પણ ખાલી થઈ રહી છે.જેથી સિવિલ સુપ્રિન્ટેડન્ટએ સરકારને લખ્યો પત્ર લખ્યો છે.જેમાં સિવિલની 1200 બેડ હોસ્પિટલને ફરી સામાન્ય લોકો માટે રાબેતા મુજબ કરવા રજૂઆત કરી છે.1200 બેડ હોસ્પિટલમાં હાલ માત્ર 53 દર્દી છે જેમાં 1 વેન્ટિલેટર પર છે.જેથી કોવિડ હોસ્પિટલની વૈકલ્પિક વ્યવસ્થા કરી 1200 બેડ હોસ્પિટલને મહિલાઓ અને બાળકો માટે ફરી રાબેતા મુજબ કરવાની રજૂઆત કરી છે.


અમદાવાદમાં કોરોનાના કેસો અને દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થતા કોરોનાની સારવાર સરળ અને ઝડપી બની છે. અગાઉ દિવાળી બાદ એવી સ્થિતિ હતી કે કોરોનાના કેસમાં રાફડો ફાટતા, દર્દીઓને સારવાર મળવી પણ મુશ્કેલ બની રહી હતી. જોકે, હાલ એકદમ વિપરીત સ્થિતિ છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી એકપણ દર્દીનું કોરોનાથી મોત ન થતા તંત્ર સહિત તમામ માટે રાહતના સમાચાર છે. 


અમદાવાદમાં થઈ રહેલા મોત પર પણ અંકુશ મળ્યો
કોરોનાના સતત ઘટી રહેલા કેસો વિશે વાત કરતા જાણીતા ફિઝીશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ કહે છે કે, ઠંડીમાં પણ કોરોનાના કેસો વધ્યા નથી એ સૌ કોઈ માટે રાહતના સમાચાર છે. ડિસેમ્બર મહિનામાં એક એવો ડર હતો કે ઠંડીમાં કેસોમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ હતું અને મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલને તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ સદભાગ્યે અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સતત કોરોના કેસો ઘટવા બધા માટે રાહતના સમાચાર છે. એ સિવાય કોરોના દર્દીઓ ઘટતા હવે ઝડપી અને સુવિધાયુક્ત સારવાર પણ સરળતાથી મળી રહેલા કોરોનાના કારણે હવે અમદાવાદમાં થઈ રહેલા મોત પર પણ અંકુશ મળ્યો છે. જો કે કોરોનાના સતત કેસો ઘટવા એમાં અમદાવાદના તમામ નાગરિકો અને ખાસ કરીને તંત્રના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. રાત્રિ કરફ્યૂ સફળ રહ્યો હોય એવું કહી શકાય. આજ રીતે જો શહેરીજનો કોરોના ગાઈડલાઈનનું પાલન કરશે તો રાહત બની રહેશે અને જો ગણતરીના કેસો આવે તો સારવાર ઝડપી અને સરળ બનશે, કોરોનાથી થતા મોત ઉપર પણ કાબુ રાખી શકાશે.