GUJARAT CORONA UPDATE: સમગ્ર ગુજરાત માટે રાહતના પરંતુ અમદાવાદ માટે ખુબ જ ખરાબ સમાચાર
ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા રોજ વધતી ઘટતી જઇ રહી છે. રાજ્યમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 22 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. જેના કારણે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ વધીને 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,16,630 ગુજરાતી નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. બીજી તરફ કોરોનાને મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં 1,59,398 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કેસો ઘટ્યા છે પરંતુ અમદાવાદમાં કેસોનો વધારો થયો છે જે સરકારનું ટેન્શન વધારી રહી છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા રોજ વધતી ઘટતી જઇ રહી છે. રાજ્યમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 22 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. જેના કારણે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ વધીને 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,16,630 ગુજરાતી નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. બીજી તરફ કોરોનાને મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં 1,59,398 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કેસો ઘટ્યા છે પરંતુ અમદાવાદમાં કેસોનો વધારો થયો છે જે સરકારનું ટેન્શન વધારી રહી છે.
રિક્ષામાં બેઠેલો મુસાફર અચાનક બે મહિલાઓના સ્તન પર હાથ ફેરવવા લાગ્યો અને પછી...
હાલમાં રાજ્યમાં કુલ 230 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. 224 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 8,16,630 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને કારણે જીવ ગુમાવી ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 11, વડોદરા કોર્પોરેશન 6, વલસાડ 4, સુરત કોર્પોરેશન 2 અને આણંદ, જૂનાગઢ અને નવસારીમાં 1-1 કેસ નોંધાઇ ચુક્યા છે.
ગુજરાત બની રહ્યું છે પાકિસ્તાન? ઝુંપડીમાં રહેતો નાગરિક પણ સુરક્ષીત નથી
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1ને રસીનો પ્રથમ જ્યારે 928 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી 3730 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 39408 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 11728 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 103603 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 159398 નાગરિકોને રસી અપાઇ ચુકી છે. જ્યારે કુલ 74340215 નાગરિકોને રસી અપાઇ ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube