• વડોદરામાં શનિવાર અને રવિવારે તમામ મોલ અને મલ્ટિપ્લેક્સ બંધ રહેશે

  • વિદ્યાર્થીઓમાં વધતા સંક્રમણને લઈને તમામ ટ્યુશન, કોચિંગ કલાસ બંધ રાખવા આદેશ કરાયો


રવિ અગ્રવાલ/વડોદરા :કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં કરફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. બંને શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો સમય કરાયો છે. ત્યારે ગુજરાતના વધુ એક શહેરમાં 9 થી 6 નો કરફ્યૂ (curfew) કરાયો છે. વડોદરા શહેરમાં પણ રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરાઈ છે. 


આ પણ વાંચો : અમદાવાદમાં ચારેતરફ ફેલાયેલ લોકડાઉનની અફવા અંગે મોટી ખબર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં મોલ મલ્ટીપ્લેક્સ બંધ 
વડોદરાના ઓએસડી વિનોદ રાવે આ જાહેરાત કરતા જણાવ્યું કે, અમદાવાદ સુરત બાદ હવે વડોદરામાં રાત્રિ કર્ફ્યું 9 વાગ્યાથી અમલમાં આવશે. તેમજ વડોદરામાં શનિવાર અને રવિવારે તમામ મોલ અને મલ્ટિપ્લેક્સ બંધ રહેશે. સાથે જ શહેરમાં ભીડભાડવાળી જગ્યા પર કડકાઈથી કરફ્યૂનો અમલ કરાવવામાં આવશે. સિટી બસમાં સોશિયલ ડિસ્ટન્સનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સિટી બસના સંચાલકની રહેશે.  


આ પણ વાંચો : રૂપાણીની કોર્પોરેટરોને કડક સૂચના, કોન્ટ્રાક્ટગીરી કરશો તો રાજીનામુ લેતા નહિ અચકાઉં


વડોદરામાં બાગ બગીચાના દરવાજા બંધ
વડોદરામાં પણ તમામ બાગ બગીચા દરવાજા નાગરિકો માટે બંધ કરાયા છે. તેમજ વિદ્યાર્થીઓમાં વધતા સંક્રમણને લઈને તંત્ર દ્વારા તમામ ટ્યુશન તેમજ કોચિંગ કલાસ બંધ રાખવા આદેશ કરાયો છે. તાત્કાલિક બેઠક બોલાવીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લીધો છે. વડોદરામાં નાના-મોટા થઈને આશરે 1700 ટ્યુશન તેમજ કોચિંગ ક્લાસ કાર્યરત છે. 


વડોદરામાં સતત કોરોના કેસ વધતાં તંત્ર ચિંતિત બન્યું છે. જેથી ગોત્રી હોસ્પિટલના તબીબો સાથે વિનોદ રાવે બેઠક યોજી હતી. જેના બાદ તેમણે કહ્યું હતું કે, વડોદરામાં માત્ર 14 દિવસમાં જ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 500થી વધી 2200 થઈ છે. કોરોના પોઝિટિવ દર્દી બિનજરૂરી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. માત્ર ઇન્જેક્શન લેવા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. દરેક દર્દીને તમામ દવા કે ઇન્જેક્શન જરૂર નથી. આમ, આ બેઠકમાં કોરોના નિયમોનું શહેરમાં કડકાઈથી પાલન કરાવવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 


આ પણ વાંચો : ગુજરાતમાં ધૂળેટીની ઉજવણીને લઈને DGP એ આપ્યા મોટા અપડેટ