• પોતાની નાની દીકરી આગળ લાચાર પિતાને રાત્રી કરફ્યુ દરમિયાન દીકરીને કેરી બેગમાં રાખી બાઈક પર નીકળવાની ફરજ પડી હતી

  • મહિલા પીએસઆઈની પણ નાની દીકરી હોવાના કારણે તેમને પિતાની વ્યથાનો અંદાજો આવ્યો હતો


હાર્દિક દિક્ષીત/વડોદરા :કોરોના અને તેના કિસ્સા.... દર્દીએ દર્દીએ કોરોનાની કહાની અલગ બને છે. કોઈ દર્દી આ સમસ્યા સામે ઝઝૂમે છે, તો ક્યાંક દર્દીના પરિવારજનોને ઝઝૂમવુ પડે છે. આવામાં પોલીસનું માનવતાભર્યું વર્તન પણ સામે આવે છે. કોરોનામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકેની ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ એવુ કામ કરી રહ્યાં છે જેને બે હાથની સલામી પણ ઓછી પડે. વડોદરામાં કોરોના દર્દી તરીકે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક માતા અને તેની પુત્રીને મળાવવા એક મહિલા પીએસસાઈએ જે કામ કર્યું, તેના વખાણ કરો તેટલા ઓછા છે. 


આ પણ વાંચો : ઓક્સિજન સિલિન્ડરની પણ જરૂર નહિ પડે તેવી કોરોનાની દવા માર્કેટમાં આવશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રિ કરફ્યૂમાં બાળકીએ માતાને મળવાની જીદ પકડી 
જશવંત પાટીલ નામના શખ્સ પત્ની તેમજ નાની બાળકી સાથે શહેરના હરણી વિસ્તારમાં આવેલ યજ્ઞપુરુષ રેસિડેન્સીમાં રહે છે. જશવંત પાટીલના પત્ની તાજેતરમાં કોરોનાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની નાની દીકરી ઇશાની માતા વગર જમતી ન હતી. તે વારંવાર મમ્મીનો ચહેરો જોવો છે તેવી જીદ પકડતી હતી. તેથી તેમને દીકરીને માતાનો ચેહરો બતાવવા રોજ સારવારના સ્થળે લઈ જવાની ફરજ પડતી હતી. એક દિવસ ઈશાનીએ રાત્રિ કરફ્યૂ દરમિયાન મમ્મીને મળવાની જીદ પકડી હતી. તેથી તેઓ દીકરીને લઈને રાત્રિ કરફ્યુ દરમિયાન નીકળી પડ્યા હતા. દીકરીની જીદ સામ જશવંતભાઈ પણ દુવિધામાં મૂકાયા હતા. 


આ પણ વાંચો : રેસ્ટોરન્ટમા હોસ્પિટલ શરૂ કરીને કોરોનાના દર્દીઓની સારવાર કરતો નકલી ડોક્ટર રાજકોટથી પકડાયો


મહિલા પીએસઆઈની માનવતા અને મમતા છલકાઈ 
પોતાની નાની દીકરી આગળ લાચાર પિતાને રાત્રી કરફ્યુ દરમિયાન દીકરીને કેરી બેગમાં રાખી બાઈક પર નીકળવાની ફરજ પડી હતી. આ દરમિયાન હરણી પોલીસના મહિલા પીએસઆઈ કે.એચ રોયલાએ તેમને અટકાવ્યા હતા. તેમણે આ રીતે બાળકીને બહાર લઈને કેમ નીકળ્યા છો તેમ પૂછતાં જસવંતભાઈએ હકીકત જણાવી હતી. મહિલા પીએસઆઈની પણ નાની દીકરી હોવાના કારણે તેમને પિતાની વ્યથાનો અંદાજો આવ્યો હતો. જેથી તેમને પિતા તેમજ બાળકીને તેમના ઘરેથી સારવાર સ્થળે આવવા જવા માટે પોલીસ વાનની ખાસ વ્યવસ્થા ગોઠવી આપી.



મહિલા પીએસઆઈ રોયલા ઇશાની નામની આ દીકરીને એક માતા તરીકેની હૂંફ આપી રહ્યા છે. પોતાની દીકરીની સાથે સાથે તેઓ ઇશાની માટે પણ જમવાની ખાસ વ્યવસ્થા ગોઠવી તેને પોતાના હાથે જમાડે છે અને માતાની હૂંફ આપે છે. હાલ પિતા તેમજ તેમની નાની દીકરી માટે જમવા સહિતની તમામ જવાબદારી ઉપાડી મહિલા પીએસઆઈ પોતાની સામાજિક ફરજ બજાવી રહ્યાં છે.