પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું? ડુપ્લીકેટ રિવોલ્વરની પુછપરછ કરતા ઓરિજનલ બંદુક મળી આવી
સંજય ઉર્ફે ચેરી ડાભી પાસેથી એક તમંચો અને ચાર કાર્ટીસ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી મધ્યપ્રદેશ (Madhya Pradesh) થી આ હથિયાર લાવ્યો હતો.
મૌલિક ધામેચા, અમદાવાદ: તહેવાર નજીક આવતાની સાથે જ હથિયાર મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ક્રાઇમ બ્રાંચે (Crime Branch) બે દિવસમાં આર્મ્સ એક્ટ (Arms ACT) મુજબના બે અલગ અલગ કેસ કરી આરોપીને હથિયાર સાથે ઝડપી લીધાં છે. હથિયાર સાથે કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા ક્રાઇમ બ્રાંચે (Crime Branch) એક રીઢા આરોપી ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાંચ (Crime Branch) એ સંજય ઉર્ફે ચેરી ડાભી પાસેથી એક તમચોં અને ચાર કાર્ટીસ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી મધ્યપ્રદેશ (Madhya Pradesh) થી આ હથિયાર લાવ્યો હતો. હથિયારનો ઉપયોગ આરોપી સંજય શેના માટે કરવાનો હતો. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) તપાસ શરૂ કરી છે. પરંતુ પકડાયેલ આરોપી સંજય વિરૂદ્ધ 20થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.
'Tesla' મુંદ્રામાં કાર અને ગૂગલ ધોલેરામાં 'સ્માર્ટફોન' બનાવશે, લોકેશન જોવા પહોંચ્યા અધિકારીઓ
જેમાં હત્યા, આર્મ્સ એક્ટ, લૂંટ સહિત અનેક ગુનાઓ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) ને વાહન ચોરીના ગુનામાં એક આરોપી પાટણ (Patan) હોવાની બાતમી મળી હતી. જેનાં આધારે ક્રાઇમ બ્રાંચે પાટણ (Patan) થી એક આરોપી પકડ્યો હતો. જેની પાસે લાઈટર વાળી રિવોલ્વર મળી જેની પૂછપરછ કરતા પકડાયેલ આરોપી કિશોર ઉર્ફે કે.કે પંચાલ કહ્યુ કે ચાંદખેડામાં રહેતાં કાકાના ઘરે હથિયાર છુપાઈ રાખ્યા છે.
Shivranjani Hit And Run Case: પર્વ શાહ જેલના હવાલે, માનવ વધનો ગુનો દાખલ
જે તપાસ કરતાં એક પીસ્તોલ, કારતુસ મળી આવ્યાં હતા. જો કે આરોપી કિશોર હથિયાર આપનાર આરોપી વોન્ટેડ (Wanted) છે. ઉલ્લેખનીય છે કે બે દિવસમાં પકડાયેલા હથિયાર સાથે બે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube