ગુજરાત બન્યું મિર્ઝાપુર! સુરક્ષિત રાજ્યમાં ગુંડાઓને પોલીસ અને કાયદાનો કોઈ ડર નથી, આજની આ 3 ઘટના છે મોટો પુરાવો
Gujarat Crime News : રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો... સન્ની પાજી નામના કુખ્યાતે ડે.મેયર અને તેમના ભાઈ સહિત ત્રણ લોકો પર કર્યો છરીથી હુમલો... સારવાર માટે ખસેડાયા અમદાવાદ.. તો આરોપીની કરાઈ અટકાયત..
Gujarat Crime News : ગુજરાતમાં જાણે હવે ગુંડારાજ આવી ગયું હોય તેવા સમાચારો દિવસે ને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે પછી વડોદરા. તમામ શહેરોમાં ગુંડા તત્વોને પોલીસનો સહેજ પણ ભય નથી એવું લાગી રહ્યું છે. કોઈ પણ ગુનાને અંજામ આપતા હવે ગુનેગારો એક ક્ષણ માટે પણ પોલીસનો વિચાર કરતા ન હોય તેવું દ્રશ્યમાન થાય છે. આવું એટલા માટે કહીએ છીએ, કારણ કે બે દિવસમાં બનેલી આ માત્ર ત્રણ મોટી ઘટના પર નજર કરો. એક બાજુ જ્યાં અમદાવાદમાં જાહેર રોડ પર, પોલીસ ચોકીની એકદમ બાજુમાં જ એક ફ્રૂટના વેપારીને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા. બીજી તરફ રાજકોટમાં કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતું શહેરના ડેપ્યુટી મેયરને એક કુખ્યાત વ્યક્તિએ છરીના ઘા ઝીંકી દીધા. જેના કારણે તેઓ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે કે વડોદરામાં તો પોલીસની નજર સામે જ પૂર્વ કોર્પોરેટરના પુત્રને મોતને ઘાટ ઉતારી દેવાયાની વાત સામે આવી છે. હોસ્પિટલની અંદર પૂર્વ કોર્પોરેટરના પુત્રને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારાયો. આ દ્રશ્યો પરથી હવે ગુજરાતના લોકો પણ ડરી રહ્યા છે. જે ગુજરાત અન્ય રાજ્ય કરતા 100 ગણુ સુરક્ષિત કહેવાતું હતું તે ગુજરાતને હવે કોઈની નજર લાગી હોય તેવું લાગે છે. હવે અહીં ગુંડાઓને પોલીસ અને કાયદાનો કોઈ ડર નથી.
રાજકોટમાં ડેપ્યુટી મેયર પર હુમલો
રાજકોટના ડેપ્યુટી મેયર પર હુમલો કરાયાની ઘટના બની છે. રાજકોટના જામનગર રોડ પર મોડી રાત્રે આ ઘટના બની હતી. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિત ત્રણ લોકો પર હુમલો કરાયો હતો. સન્ની પાજી નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે હાલ નરેન્દ્રસિંહ સહિતના લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. હુમલો કરનાર સન્ની પાજીની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી છે. બંને વચ્ચે રેસ્ટોરન્ટના ધંધા બાબતે માથાકૂટ થઈ હોવાની ચર્ચા બાદ હુમલાની ઘટના બની હતી.
કાતિલ ઠંડી સાથે ગુજરાત પર આવશે મોટું સંકટ, આજકાલમાં ત્રાટકવાની છે શક્યતા
વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા
સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. ફરી એકવાર વડોદરામાં કાયદો અને વ્યવસ્થઆની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. એટલું જ નહીં, પરિવારજનોનો આરોપ છે કે, પોલીસની હાજરીમાં આ ઘટના બની છે. સયાજી હૉસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની બહાર હત્યા કરવામાં આવી. કુખ્યાત આરોપી બાબરે હત્યાને અંજામ આપ્યા છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે નાગરવાડામાં અગાઉ બાબર પઠાણ અને તપન પરમાર વચ્ચે ઝઘડો થયો હતો. બાબર પઠાણે તપનને છરીને ઘા માર્યા હતા. જેથી તે સારવાર માટે સયાજી હૉસ્પિટલ આવ્યો હતો. જ્યાં બાબર પઠાણ પણ આવ્યો અને તેણે ફરી છરીના ઘા મારીને તપનની હત્યા કરી. આરોપી બાબર પઠાણની પોલીસે અટકાયત કરી છે. ભાજપના નેતાના પુત્રની હત્યા બાદ ખૂબ જ હોબાળો થયો. કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો. સાથે ભાજપના બે ધારાસભ્યો મનીષા વકીલ અને ચૈતન્ય દેસાઈ પણ પહોંચ્યા. ભાજપના શહેર પ્રમુખ, કોર્પોરેટર સહિતના નેતાઓ પોલીસ સ્ટેશમાં હાજર છે. પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ કરાયો છે. સ્થાનિઓે સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો. જો કે, ભાજપના નેતાઓએ ઘટના પર મૌન સેવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, ધારાસભ્ય મનીષા વકીલે કે ભાજપના કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી
બીપનો અવાજ... એક મેસેજ અને ફાટ્યા પેજર... ઈરાની રાજદૂતે કહી Pager બ્લાસ્ટની કહાની