અમદાવાદઃ ગરમીથી પરેશાન લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે રવિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. નવસારી, સુરત તાપી વિસ્તારમાં હલવો વરસાદ પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જેના પગલે વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ ઉપરાંત સુરત, તાપી, વાપી સહિતના અનેક વિસ્તારોમાં રવિવારે સવારથી જ વાદળછાયું વાતારણ છે. કેટલાક ઠેકાણે વરસાદી છાંટા પણ પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે મોડી સાંજે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સાવરકુંડલા, છાપી, લીખાળામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  મેઘરાજાએ અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી મહેરબાની કરતા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. 


આ બાજુ ગીર સોમનાથ અને દીવ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કોડિનાર, સુત્રાપાડા, વેરાવળ, ઉના, દીવ સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોભર્યું વાતાવરણ સર્જાયું હતું. તો કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પણ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, સાથે ઠંડો પવન ફૂંકાતા ગરમીથી રાહત મળી છે.


આ સિવાય અમદાવાદ અને વડોદરાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. ભારે ગરમી બાદ વરસાદ પડતા લોકોને ગરમીમાંછી થોડી રાહત મળી હતી. વડોદરાના શિનોર પંથકમાં પણ મેઘરાજાનું શાનદાર આગમન થયું હતું. આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વરસાદ આવ્યો હતો.