No Water In Gujarat Dams : રાજ્યમાં આજે અને આવતી કાલે કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. મોટાભાગનાં શહેરોમાં સરેરાશ એકથી બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે. પણ હાલ ટેન્શન ગરમીનું નહિ, પાણીનું લેવા જેવું છે. કારણ કે, હાલ ગુજરાતના જળાશયોમાં પાણીની જે સ્થિતિ છે તે જોતા તમને આવતીકાલે પાણીનો એક ગ્લાસ મળવો પણ મુશ્કેલ બની જશે. કાળઝાળ ગરમી વચ્ચે જળાશયોનું ઘટતુ જતુ જળસ્તર ચિંતાજનક છે. ગુજરાતના ડેમોની આ તળિયાઝાટક સ્થિતિથી મોટા જળ સંકટના ભણકારા વાગે છે. ગુજરાતના 207 જળાશયમાં માત્ર 42.95 ટકા પાણી બચ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ અપડેટ અનુસાર, ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં માત્ર 35.87 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયમાં માત્ર 35.99 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 47.46 ટકા પાણી ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયમાં માત્ર 23.43 ટકા પાણી બચ્યું છે. તો ગુજરાતની જીવાદોર સમા સરદાર સરોવરમાં 47.74 ટકા પાણીનો જથ્થો છે. કચ્છની સ્થિતિ કાબૂ બહાર છે. કચ્છના 20 જળાશયમાં 31.77 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં માત્ર 4.03 ટકા પાણી ઉપલબ્ધ છે. આટલા ઓછા પાણીમાં કેવી રીતે ઉનાળો નીકળશે. ઉનાળો હજી બાકી છે, અને ચોમાસું આવવાને રાહ છે આવામાં દિવસો પાણી વગર કેવી રીતે પસાર થશે. 


અમેરિકા જતા ગુજરાતીઓને હવે ટેન્શન લેવાની જરૂર નથી, પાટીદારો કરશે આ મદદ


કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના લોકો માટે સંકટના સમાચાર હાલ એ છે કે ગુજરાતના 207 જળાશયમાં માત્ર 42.95 ટકા પાણી બચ્યું છે. ઝોન પ્રમાણે પાણીની વાત કરીએ તો


  • ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં માત્ર 35.87 ટકા પાણીનો જથ્થો

  • મધ્ય ગુજરાતના 17 જળાશયમાં માત્ર 35.99 ટકા પાણી

  • દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 47.46 ટકા પાણી

  • કચ્છના 20 જળાશયમાં 31.77 ટકા પાણીનો જથ્થો

  • સૌરાષ્ટ્રના 141 જળાશયમાં માત્ર 23.43 ટકા પાણી બચ્યું


સુરતીઓ આ જગ્યાઓ જ્યાફત માણતા પહેલા સો વાર વિચારજો, ફૂડ સેમ્પલ ફેલ નીકળ્યા


તો ગુજરાતના મહત્વના ડેમોની સ્થિતિ પણ તળિયાઝાટક છે. રાજ્યના 3 ડેમમાં 90 ટકાથી વધારે પાણી છે. તો અન્ય 1 ડેમમાં 80થી 90 ટકા પાણીનો જથ્થો છે. બાકીના 2 ડેમમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. પરંતુ તે સિવાયના ડેમોની વાત કરીએ તો સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતના 200 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. 


  • સરદાર સરોવરમાં 47.74 ટકા પાણીનો જથ્થો

  • દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં માત્ર 4.03 ટકા પાણી

  • નવસારીના જળાશયોમાં માત્ર 15.27 ટકા પાણી

  • જામનગરના જળાશયોમાં માત્ર 15.54 ટકા પાણી

  • સુરતના જળાશયોમાં માત્ર 11.74 ટકા પાણી બચ્યું

  • બોટાદના જળાશયોમાં માત્ર 16 ટકા પાણીનો જથ્થો

  • બનાસકાંઠાના જળાશયોમાં માત્ર 17.78 ટકા પાણીનો જથ્થો

  • ખેડાના જળાશયોમાં માત્ર 16.31 ટકા પાણી

  • અમરેલીના જળાશયોમાં 18.48 ટકા પાણી

  • છોટાઉદેપુરના જળાશયોમાં માત્ર 21.33 ટકા પાણી

  • ભાવનગરના જળાશયોમાં 21.19 ટકા પાણી 

  • દાહોદના જળાશયોમાં માત્ર 22.09 ટકા પાણી


કોઈનો દીકરો, કોઈનો પતિ-પિતા પરત આવ્યા, જેલથી છુટેલા માછીમારોને જોઈને પરિવારો રડ્યા


બોટાદ જિલ્લાની વાત કરીએ તો અહીં ગઢડા તાલુકામા લીંબાળી, માલપરા, ગઢાળી ડેમ આવેલા છે. આ ડેમોથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને ખેતી માટે અને પીવાના પાણી માટે સીધો ફાયદાઓ થતા ડેમ છે. પરંતુ હાલ ડેમમાં પાણી નહિવત છે. લીંબાળી ડેમમા લાઈવ સ્ટોરેજ ૨૪૫ એેમસીએફટી પાણીની ક્ષમતા ધરાવે છે, પરંતુ હાલ ૫૫. ૯૬ એમસીએફટી એટલે કે ૩૨ ટકા પાણી છે. જ્યારે માલપરા ડેમની લાઈવ સ્ટોરેજ ૨૨૫ એમસીએફટીની ક્ષમતા છે, પરંતુ હાલ ૧૧.૧૮ એમસીએફટી એટલે કે ૫ ટકા પાણી છે. હાલ આ ડેમોમાં સરકારની પાણી આપવાની કોઈ યોજના શરૂ નથી. પરંતુ લીંબાળી ડેમ મા ૩૩ ટકા પાણી છે જો ખેડુતો પાણીની માંગણી કરે તો પાણી આપવાની વિચારણા કરાશે તેમ નાયબ કાર્યપાલકે જણાવ્યુ હતું.


ગુજરાતના ન્યાયતંત્રમાં ધરખમ ફેરફારો : કોણ રહી ગયું અને કોને મળ્યું પ્રમોશન?


મહીસાગરના ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ પણ ખાલીખમ થઈ ગયો છે. ભર ઉનાળે ભાદર ડેમના જળ સ્તરમાં ઘટાડો થયો છે. ભાદર ડેમના જળ સ્તરમાં ઘટાડો થતા પાણી છોડવાના ગેટથી પણ પાણીનું સ્તર નીચે ગયું છે. ગરમીના પ્રકોપથી ડેમનું પાણી સૂકાઈ ગયું છે. ભાદર ડેમમાં હાલ માત્ર 8.23% પાણી બચ્યું છે. ભાદર ડેમ ખાલી થતા ભાદર કેનાલ પણ બંધ કરવામાં આવી છે. ભાદર ડેમ મારફતે મહીસાગર જિલ્લાના 3 તાલુકાના ખેડૂતોને પિયત માટે પાણી મળતું હતું. ભાદર ડેમ ખાલી થતા હવે 3 તાલુકાના 2400 હેકટર જમીનમાં હવે પિયત માટે ખેડૂતોને કેનાલ મારફતે પાણી નહિ મળે.