કોરોના વેક્સિનના 10 કરોડ ડોઝ બે દિવસ પછી આવશે ગુજરાત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત
ગુજરાતમાં કોરોના વેક્સિન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં વેક્સિન માટેના ડ્રાય રનની શરૂઆત અનેક જિલ્લાઓમાં કરી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત વેળાએ પત્રકારોને જણાવ્યું કે, ભારત સરકાર તરફતી નવા વર્ષમાં આનંદના સમાચાર છે. આજે અથવા કાલ સુધીમાં વેક્સિનને મંજુરી આપી ચુકાઇ છે. પ્રથમ તબક્કામાં જેમને રસી આપવાની છે. તે લોકોનું લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદ : ગુજરાતમાં કોરોના વેક્સિન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં વેક્સિન માટેના ડ્રાય રનની શરૂઆત અનેક જિલ્લાઓમાં કરી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત વેળાએ પત્રકારોને જણાવ્યું કે, ભારત સરકાર તરફતી નવા વર્ષમાં આનંદના સમાચાર છે. આજે અથવા કાલ સુધીમાં વેક્સિનને મંજુરી આપી ચુકાઇ છે. પ્રથમ તબક્કામાં જેમને રસી આપવાની છે. તે લોકોનું લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે.
નવુ વર્ષ શુભ સાબિત થશે? દ્વારકા મંદિરના ઇતિહાસમાં ક્યારેય ન થઇ હોય તેવી દુર્ઘટનાથી ચકચાર
રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળમાં 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવામાં આવનાર છે તેમાં આરોગ્ય કર્મચારીઓ, 60 વર્ષથી ઉપરના સીનીયર સીટીઝન, 60 વર્ષથી નીચેની વય ધરાવતા ગંભીર રોગ ધરાવતા નાગરિકો અને ત્યાર બાદ તબક્કાવાર સામાન્ય નાગરિકોને રસી આપવામાં આવશે.
રાજ્યમાં હાલમાં વેક્સિન ટ્રાયલનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે રસીકરણની મોકડ્રીલ પણ પૂર્ણ થઇ ચુકી છે. આગામી બે કે ત્રણ દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે. વેક્સિનનાં 10 કરોડ યુનિટ તૈયાર છે. આ ઉપરાંત કિંમત અંગે પુછવામાં આવતા નીતિન પટેલે જણાવ્યું કે, હાલ કોઇ જ કિંમત નિર્ધારિત કરવામાં આવી નથી. જો કે હું નાગરિકોને જણાવવા માંગીશ કે ગુજરાત સરકાર લોકો માટે વિચારણા કરી રહી છે. ગુજરાતના નાગરિકોને કોઇ ખર્ચ ન થાય તેવો પ્રયાસ કરવામાં આવશે. શક્ય હોય ત્યાં સુધી રાજ્ય સરકાર સંપુર્ણ ખર્ચ ભોગવશે.
અમદાવાદ છે કે બિહાર? લુંટના ઇરાદે આવેલા શખ્સોએ ઠક્કરનગર બાનમાં લીધું, ફાયરિંગથી ફફડાટ
નીતિન પટેલે કોરોના કાળમાં કામગીરી કરનારા હેલ્થ વર્કરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ તો હજી અધવચ્ચેના અભિનંદન છે. કોરોના જશે ત્યારે આવો અભિનંદન કાર્યક્રમ નહી કરીએ. બધા જોતા રહી જાય તેવો કાર્યક્રમ કરીશું. ગુજરાતનાં દરેકે દરેક હેલ્થ વર્કર ખુશ થાય તે પ્રકારનું આયોજન કોરોનાકાળ પુર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube