હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે સ્થાપના દિવસની નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસ સામે એકમાત્ર હથિયાર સાવચેતી  છે. તેથી આ વિજય સંકલ્પ દરેક નાગરિકને લેવા માટે રાજ્યના પોલીસવડાએ અપીલ કરી છે. કોરોના સંક્રમણ સામે તમે જે રીતે એક થઈને લડ્યા છો, તે રીતે આગળ પણ આ સંક્રમણને હરાવી શકાય. માસ્ક પહેર્યા વગર બહાર નીકળવું નહિ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર સાબુ કે સેનેટાઈઝરથી હાથ સાફ કરવા આ સંકલ્પ આજે લો. 


રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોનાનો કહેર ભૂલ્યા, રાહતના રસોડામાં માવો ખાઈ થૂંક્યા