ધનતેરસની સુકનવંતી ખરીદી, રાજકોટમાં કરોડો રૂપિયાના સોનાનાં ઘરેણાંનું વેંચાણ
દિવાળીનાં તહેવારને લઇને સોની બજારમાં સોનાની ખરીદીનું પ્રમાણ વધારે રહેતુ જોવા મળે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા સોનાનાં ભાવમાં મોટા ગાબડા પડ્યા છે. ત્યારે સોનું ખરીદનાર લોકો માટે સુવર્ણ અવસર છે. રાજકોટની વાત કરવામાં આવે તો, 22 કેરેટ સોનાનો ભાવ 27100 પર પહોંચ્યો છે. ધનતેરસનાં મોટાભાગની સોનાની ખરીદી થતી હોવાથી આ ભાવ ઘટાડો સોનાનાં ખરીદી કરતા લોકો માટે આશિર્વાદ રૂપ સાબિત થશે.
ગૌરવ દવે/રાજકોટ: દિવાળીનાં તહેવારને લઇને સોની બજારમાં સોનાની ખરીદીનું પ્રમાણ વધારે રહેતુ જોવા મળે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા સોનાનાં ભાવમાં મોટા ગાબડા પડ્યા છે. ત્યારે સોનું ખરીદનાર લોકો માટે સુવર્ણ અવસર છે. રાજકોટની વાત કરવામાં આવે તો, 22 કેરેટ સોનાનો ભાવ 27100 પર પહોંચ્યો છે. ધનતેરસનાં મોટાભાગની સોનાની ખરીદી થતી હોવાથી આ ભાવ ઘટાડો સોનાનાં ખરીદી કરતા લોકો માટે આશિર્વાદ રૂપ સાબિત થશે.
સોની વેપારીઓ માટે આજનો દિવસ આશ્ચર્ય સાથે ઉગ્યો હતો. સોનાનાં ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ધનતેરસનાં તહેવારમાં લોકો લક્ષ્મિ પૂજનમાં સોનાનાં ઘરેણાંની પૂજા કરતા હોય છે. તેને કારણે જ આજે રાજકોટની પેલેસ રોડ સોની બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં આજનાં દિવસે અંદાજીત 100 કરોડ કરતા વધુનાં સોનાના દાગીનાનું વેંચાણ થશે. રાજકોટનાં પેલેસ રોડ સોની બજારનાં વેપારીના મતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આવેલા કડાકાને કારણે ભાવમાં ઘડખમ ધટાડો થયો છે. સોનાના ભાવ ધટવાની સીધી અસર બજાર પર પણ પડી છે. સાથે જ ખરીદી કરવા આવતા ગ્રાહકો પણ કહી રહ્યા છે કે, સોનાનાં ભાવમાં ઘટાડો આવતા ધનતેરસનાં તહેવારમાં સુકન પુરતું સોનાના દાગીનાની ખરીદી કરી રહ્યા છે.
આકર્ષક વળતર યોજના થી આવી રોનકઃ
રાજકોટની સોની બજાર લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થયેલી ઉથલ પાથલનાં કારણે સોનાનાં ભાવનમાં કડાકો બોલ્યો છે અને સોનાનો ભાવ 47,100 ની સપાટીએ પહોંચતા ગ્રાહકો મોટા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો, રાજકોટની સોની બજાર વિશ્વભરમાં પ્રખ્યાત છે. રાજકોટ ગોલ્ડ ડીલર એસોશીએસન દ્રારા સોનાની ખરીદી પર ખાસ વળતરની જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓ દ્રારા સોનાની મંદીમાં ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે 10 ગ્રામ સોનાના દાગીનાની મજુરી પર 1250 રૂપીયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
કોરોનાનાં બે વર્ષ બાદ સોની બજારમાં રોનક દેખાઇ:
રાજકોટ સહિત ગુજરાતની સોની બજારોમાં આજે ધનતેરસનાં પર્વ પર ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો. રાજકોટની સોની બજારમાં કોરોનાનાં બે વર્ષ બાદ રોનક જોવા મળી હતી. મોટાભાગનાં શો-રૂમમાં આજે સોનાની ખરીદી કરવા ગ્રાહકો ઉમટી પડ્યા હતા. એટલું જ નહિં ગ્રાહોકોએ પણ સુકનવંતી ખરીદી કરતા વેપારીઓનાં જીવમાં પણ જીવ આવ્યો હતો.
લગ્નસરાની ખરીદીનો પણ માહોલ જામ્યો:
ધનતેરસ પર સોનાનો ભાવ 47100 થતા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો સોનાનાં ઘરેણાની ખરીદી કરવા આવ્યા હતા. ગ્રાહકોનું કહેવું છે કે, સોનાનાં ભાવમાં આવેલા ઘટાડા થી સોનાની ખરીદી કરી રહ્યા છે. કારણ કે, દિવાળી તહેવાર પછી લગ્નસરાની સિઝન છે. ત્યારે દિકરી-દિકરાનાં લગ્ન કરવાનાં હોવાથી સોનાની ખરીદી ઓછા ભાવમાં કરવી ઉત્તમ છે. લોકો લગ્નસરાની ખરીદી પણ ધનતેરસનાં દિવસે જ કરી રહ્યા છે. સાથે આજે લક્ષ્મિપૂજનમાં પણ આજ સોનાનાં દાગીનાની પૂજા પણ લોકો કરશે.