અતુલ તિવારી/અમદાવાદ : દર વર્ષે 11 માર્ચના રોજ વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ વિશ્વ કિડની દિવસની ઉજવણીના 3 દિવસ પહેલા જ 12 લાખ ડાયાલિસિસના માઈલસ્ટોનને પાર કરાયો છે. અમદાવાદમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) એ ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ (GDP) અંતર્ગત 12 લાખ ડાયાલિસિસના માઈલસ્ટોનને પાર કર્યો. ગત વર્ષે લોકડાઉનમાં જ્યારે રૂટિન ચેકઅપ સ્થગિત કરાયા હતા ત્યારે પણ IKDRC 5,000 કોવિડ 19 સંક્રમિત દર્દીઓના ડાયાલીસીસ કરીને તેમને સારવાર આપી ચૂક્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surat: કોરોનાનો સૌથી ઘાતક બ્રિટિશ સ્ટ્રેનનાં દર્દીઓ ગુજરાતમાં મળી આવ્યા, સમગ્ર રાજ્યમાં હડકંપ


રાજ્યમાં ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ સેન્ટર્સ હાલ 50 કિમીની ત્રિજ્યામાં ઉપલબ્ધ છે ત્યારે દર્દીઓની સરળતા અને તેમને ઝડપી સારવાર મળી રહે એ ઉદ્દેશથી GDP સેંટર્સની સંખ્યાને બમણી કરી હાલની 50 કીમી. ત્રિજ્યાની રેન્જને ઘટાડી 30 કીમી સુધી લાવવાનું IKDRC નું લક્ષ્ય હોવાનું IKDRC - ITS ના ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રાએ જણાવ્યું હતું, તેમણે કહ્યું હતું કે રાજ્યના 32 જિલ્લાઓમાં 47 GDP સેન્ટર્સ સાથે જીડીપી દેશમાં ડાયાલીસીસ સેન્ટર્સનું સૌથી વિશાળ સરકારી નેટવર્ક છે, IKDRC દ્વારા સંચાલિત 469 મશીનોથી સજ્જ જીડીપી સેન્ટર એક મહિનામાં લગભગ 22,500 ડાયાલીસીસ કરે છે. 


આવો બાપ કોઇને ન મળે! એસિડ એટેક કરી પત્નીને મારી નાખી, પુત્રીઓ સાથે એવું કર્યું કે માનવતા શર્મસાર


GDP ની શાનદાર સફળતાને જોતા માણસા, કલોક, કચ્છ - માંડવી, કચ્છ - ગાંધીધામ, વાંકાનેર, જામજોધપુર, સુરત - માંડવી, વાપી, ગોત્રી - વડોદરા અને આણંદમાં આગામી બે મહિનામાં 10 બીજા સેન્ટર્સ શરૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ ખૂબ લાંબા અંતરને કારણે દર્દીઓ સમયસર ડાયાલીસીસ કરાવી શકતા ન હતા પણ દરેક જિલ્લામાં સેન્ટર હોય તેવું IKDRC ના સ્થાપક એચ.એલ. ત્રિવેદીજીનું સ્વપ્ન હતું. IKDRC તરફથી વિનામૂલ્યે દર્દીનું ડાયાલીસીસ કરવામાં આવે. આ સિવાય GDP ના દરેક સેન્ટરનું IKDRC દ્વારા સીધું મોનીટરીંગ કરવામાં આવે છે. જેથી દર્દીઓની સારવારમાં કોઈ કચાશ રહેવાની શક્યતા રહેતી નથી. રાજ્યના કોઈપણ સેન્ટરમાં દર્દી એકવાર ડાયાલીસીસ કરાવે ત્યારબાદએ કોઈપણ સેન્ટર પર ડાયાલીસીસ કરાવી શકે છે, સમગ્ર પ્રક્રિયા કમ્પ્યુટરાઈઝડ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube