અમદાવાદ: ગુજરાત હિરા ઉદ્યોગમાં 2008 કરતા પણ વઘારે ઘાતક મંદીનો માહોલ
બેંકો દ્વારા મધ્યમ અને લધુ ઉદ્યોગોને લોન આપવામાં ઉનાકાની કરતાં એમએસએમઇ ઉદ્યોગો મરણ પથારીએ આવી ગયા છે. જેમાં હિરા ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે બેકોં દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને શંકાની નજરે જોવામાં આવી લોન અપ્રુવ કરવામાં આવતી નથી અને હિરા ઉદ્યોગ ઠપ થવામાં છે ગુજરાતનો હિરો ઉદ્યોગ વર્ષ 2008 કરતાં વધારે ઘાતક મંદીની ચપેટમાં આગળ વધી રહ્યો છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: બેંકો દ્વારા મધ્યમ અને લધુ ઉદ્યોગોને લોન આપવામાં ઉનાકાની કરતાં એમએસએમઇ ઉદ્યોગો મરણ પથારીએ આવી ગયા છે. જેમાં હિરા ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે બેકોં દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને શંકાની નજરે જોવામાં આવી લોન અપ્રુવ કરવામાં આવતી નથી અને હિરા ઉદ્યોગ ઠપ થવામાં છે ગુજરાતનો હિરો ઉદ્યોગ વર્ષ 2008 કરતાં વધારે ઘાતક મંદીની ચપેટમાં આગળ વધી રહ્યો છે.
નિરવ મોદીનું 300 કરોડ કરતા પણ વધારેનું કૌભાંડ ગુજરાતમાં ડાયમન્ડ ઉદ્યોગની મંદીનું મુખ્ય કારણ બની રહ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી આંતરાષ્ટ્રીય બજારમાં પોલીસ હીરાની માંગમાં ઘટાડો થતાં ગુજરાતમાં નાના પાયે ચાલતા હિરાના કારખાના બંધ થવાની કગાર પર છે.
હિરાને પોલીસ કરવાના ઉદ્યોગ સાથે સંકળાયેલા જિતુભાઇ મોરડીયાના કહેવા પ્રમાણે નિરવ મોદીના સ્કેમના કારણે બેંકોએ કેશ ક્રેડીટમાં ઘટાડો કર્યો જેની અસર રો મટીરીયલ પ્રોવાઇડ કરતી કંપનીઓ પર પડી જેના લીધી હિરાના ઉદ્યોગ પર મંદીનો છાયો લાગ્યો તેમના અમદાવાદના કારખાનામાં 400થી વધારે રત્ન કલાકારો કામ કરતા હતા. તેમને ત્યાં હિરાના રફ-કટ માટેના 7 મશીન હતા. પણ મંદીએ એ હદે ઉદ્યોગનો ભરડો લીધો છે કે, આજે તેમને ત્યામ રફ કટ માટેના માત્ર 2 મશીન અને અને માત્ર 40 રત્ન કલાકાર કામ કરી રહ્યા છે.
સુરત: GIDC વિસ્તારમાં આવેલી સ્ટોન મટિરિયલ્સની દુકાનામાં લાગી આગ
બેંકોઓ ક્રેશ કેડીટ આપવાનું બંધ કરતાં હિરાના મેન્યુફેક્ચરની હાલત કફોડી બની તેમને પોતના યુનીટ અને યુનીટ પર કામ કરતા રત્ન કલાકારોની સંખ્યા ઘટાડી સાથેજ કામના કલાકો ઘટાડ્યા છે. જેના કારણે રત્ન કલાકારોની હાલત વધારે કફોડી થઇ વતનમાં ખેતી માટે પુરત જમીન ન હોવાથી અને જો જમીન હોય તો પાણી ન હોવાથી સ્થળાંતરી કરી જે લોકો રત્ન કલાકાર બન્યા તે હાલમા બીજા ક્ષેત્રમાં જવા મજબુર બન્યા છે. જો કે બીજી ક્ષેત્રમાં પણ મંદી હોવાથી તેમના માટે રોજગાર શોધવો અઘરો બન્યો છે.
ગણેશ ચતુર્થી: સૌરાષ્ટ્રમાં મોદક લાડુ આરોગવાની અનોખી સ્પર્ધાનું કરાયું આયોજન
ગુજરાતીમાં કહેવત છે કે, પાડાના વાંકે પખાલીને ડામ આ કહેવત હિરા ઉદ્યોગને લાગુ પડી રહી છે. કરોડોનું સ્કેમ કરી નિરવ મોદી ફરાર થતાં બેંકોએ કેસ ક્રેડીટ બંધ કરી અને હિરા ઉદ્યોગ મંદિમાં સપડાયો કારમી મંદી માં સપડાયેલા હિરા ઉદ્યોગને તેજીનું કોઇ એધાણ ન દેખાતા તેમણે સરકાર તરફ મીટ માંડી છે. મેન્યુફેક્ચરર સરકાર પાસે મશીનરી પર લોન અને સબસીડીની માંગ કરી રહ્યા છે.
જુઓ LIVE TV :