Earthquake in Gujarat: હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદ અને ઠંડીની આગાહીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલ પણ કમોસમી વરસાદ અને હાડ થીજવતી ઠંડીના અનુમાનો આપી રહ્યાં છે. જોકે, વરસાદ તો આવતા આવશે પણ આ આગાહીઓની વચ્ચે ગુજરાતમાં ફરી આવ્યો ભૂકંપ. ભૂકંપને કારણે ફરી એકવાર ગુજરાતના લોકોમાં પ્રસરી ગઈ ડરની લાગણી. ફરી એકવાર એ જ સ્થળ બન્યુ ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હંમેશા આવતા રહે છે ભૂકંપના આંચક.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલઃ
જીહાં અહીં વાત થઈ રહી છે ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છની. આજે ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા, વહેલી સવારે 3.2નો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાને પગલે ભયનો માહોલ છવાયો હતો. આજે વહેલી સવારે કચ્છમાં 3.2નો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યાં હતાં. ફરી એકવાર લોકોના જીવ જાણે ટાળવે ચોટ્યાં હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.


ક્યાં હતું ભૂકંપનું કેન્દ્રબિંદુ?
સોમવારે મોડી રાત્ર અથવા એમ કહો કે મંગળવારે વહેલી સવારે 3 વાગ્યા પછી કચ્છના દુધઇમાં અચાનક ધરા ધ્રજવા લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો છે, અને દોડીને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ દુધઇથી 25 કિલોમીટર દુર નોંધાયુ હતુ. 


ગુજરાતની આ જગ્યા પર અવારનવાર આવતા રહે છે આંચકાઃ
વર્ષ 2001માં ગુજરાતના કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ અવારનવાર અહીં નાના મોટા ભૂકંપના આંચકા આવતા રહ્યાં છે, આજે પણ સવારે ભૂકંપ આવતા લોકોમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે. ખાસ કરીને વાગડ દુધઇની ફોલ્ટ લાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે. આજે વહેલી સવારે દુધઇમાં 3:04 કલાકે 3.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકા આવ્યા હતા. આ વખતે ભૂકંપનો કેન્દ્રબિંદુ દુધઈથી 25 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ વેસ્ટમાં નોંધાયુ હતુ. ઉલ્લેખનીય છે કે કચ્છના વાગડ દુધઇ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે.


શા માટે આવે છે ભૂકંપ?
તેને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આપણે પૃથ્વીની રચનાને સમજવી પડશે. પૃથ્વી ટેકટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે પ્રવાહી લાવા છે અને તેના પર ટેક્ટોનિક પ્લેટો તરે છે. ઘણી વખત આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. વારંવાર અથડામણને કારણે, કેટલીકવાર પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે ખૂબ દબાણ હોય છે, ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેથી આવતી ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે. જ્યારે આ વિક્ષેપ બનાવે છે, ત્યારે તે ભૂકંપ દ્વારા અનુસરવામાં આવે છે.


ભૂકંપ આવે ત્યારે શું કરવું?
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં, શાંત રહો. ટેબલની નીચે જાઓ અને તમારા માથાને એક હાથથી ઢાંકો. બહાર આવ્યા પછી ઇમારતો, વૃક્ષો અને થાંભલાઓથી દૂર રહો. આ સિવાય લિફ્ટનો ઉપયોગ ન કરો. જો તમે વાહનની અંદર હોવ તો તેને રોકો. ભૂકંપ પછી ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં ન જશો અને સીડીનો ઉપયોગ કરશો નહીં. ભૂકંપના નુકસાનને ટાળવા માટે, દિવાલો અને છતની તિરાડોને સમયાંતરે રીપેર કરાવો.