આવતીકાલે જાહેર થશે ધોરણ-12 ની પરીક્ષાનું પરિણામ, ગુજરાત શિક્ષણ બોર્ડે કરી જાહેરાત
ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રસાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગે જાહેર કરવામાં આવશે.
અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ આવતીકાલે એટલે કે 9 મે ગુરૂવારે જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી પ્રમાણે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું ધોરણ 12નું પરિણામ ગુરૂવારે જાહેર કરવામાં આવશે.
ધોરણ 12નું પરિણામ થશે જાહેર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારે 9 કલાકે પરિણામ જોઈ સકશે. આ સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પરિણામ મેળવી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ જાહેર કરી શકશે.
આ રીતે જાણો પરિણામ
ધોરણ 12ની પરીક્ષા આપી હોય તે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારે 9 કલાકથી પરિણામ જોઈ શકશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર 6357300971 પર તમારો બેઠક ક્રમાંક મેસેજ કરીને પરિણામ જોઈ શકશો.