Gujarat Education અતુલ તિવારી/અમદાવાદ : રાજ્યની ડમી સ્કૂલોની તપાસ કરવા શિક્ષણ બોર્ડના સભ્યોએ માંગ કરી છે. આ માટે શિક્ષણ બોર્ડના સભ્યોએ CM ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. ડમી શાળાઓ બંધ કરી તપાસ કરવાની માંગ કરી છે. ધોરણ 10 પાસ કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 11 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ માટે ડમી શાળાઓમાં પ્રવેશ મેળવતા હોવાનો પત્રમાં દાવો કરાયો છે. ડમી શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકના નામ માત્ર કાગળ પર જ હોય છે, પરિણામ સ્વરૂપે ઉત્તરવહી ચકાસણીમાં પણ આવા શિક્ષકો ન આવતા હોવાની રજૂઆત કરાઈ છે. આવી ડમી શાળાઓને કારણે શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓ શાળામાં એડમિશન તો લે છે, પણ અભ્યાસ કરવા જતા નથી
આ મામલે શિક્ષણ બોર્ડના સભ્ય ધીરેન વ્યાસે કહ્યું કે, 4 દિવસ પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું છે. JEE અને NEETની ઘેલછામાં બાળકો ફસાયા છે. JEE અને NEETની તૈયારી માટે બાળકો સ્કૂલે જતા ન હતા. JEE અને NEET ની તૈયારી માટે બાળકો ટ્યૂશન ક્લાસ જતા હતા. વિદ્યાર્થીઓ શાળામાં એડમિશન તો લે છે, પણ અભ્યાસ કરવા જતા નથી. આ તપાસમાં શિક્ષણ બોર્ડ ઇચ્છશે તો સાથે રહીને તપાસ કરાવીશું. ડમી શાળાઓ પકડાાશે તો શિક્ષણ વ્યવસ્થા સુધરશે. 


તલાટીની પરીક્ષામાં કેન્દ્રોને લઇ સૌથી મોટા અપડેટ : કરાયા છે આ ફેરફાર


ડમી શાળાથી પરિણામ પર અસર 
આમ, ગુજરાતભરમાં ચાલતી ડમી શાળાઓની તપાસ કરી, શાળા બંધ કરવા કાર્યવાહી કરી, કાનૂની કાર્યવાહી કરવા શિક્ષણ બોર્ડ દ્વારા અપીલ કરાઈ છે. શિક્ષણ બોર્ડના સભ્યોએ ડમી શાળાઓની તપાસ કરવા પત્ર લખ્યો છે. પ્રિયવદન કોરાટ અને ધીરેન વ્યાસે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને પત્ર લખ્યો છે. જેમાં રાજ્યમાં ચાલતી ડમી શાળાઓને કારણે પરિણામ પર નકારાત્મક અસર થતી હોવાની રજુઆત કરી છે. 


શિક્ષણ વ્યવસ્થામાં મોટો સુધાર આવશે
આવી ડમી શાળાઓને કારણે શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે તેમજ પેદા થતી ખાઈ પુરવામાં વર્ષો લાગી શકે છે તેવો દાવો કર્યો. ધીરેન વ્યાસ, સભ્ય - શિક્ષણ બોર્ડના સભ્ય ધીરેન વ્યાસે કહ્યું કે, ચાર દિવસ પહેલા બોર્ડનું પરિણામ આવ્યું, અમે ચકાસણી કરી તો ખ્યાલ આવ્યો કે JEE અને NEET ની ઘેલછામાં બાળકો અને વાલીઓ ફસાયા છે. JEE અને NEET ની તૈયારી માટે સ્કૂલ ના જઈ ટ્યુશન - કલાસમાં આવી તૈયારી કરવા વિદ્યાર્થીઓ જતા હોય છે અને સમસ્યા સર્જાય રહી છે. વિદ્યાર્થી એડમિશન તો લે છે પણ અભ્યાસ કરવા જતો નથી. તપાસમાં શિક્ષણ બોર્ડ ઇચ્છશે તો સાથે રહીને તપાસ કરાવીશું. ડમી શાળાઓ પકડીને તેમની સામે કાર્યવાહી થશે તો શિક્ષણ વ્યવસ્થામાં મોટો સુધાર આવશે.


તમે જોઈ કે નહિ રાજકોટની આ ઘટના, રીલ્સની ઘેલછામાં બાળકીને અગાશીના પાળી પર મૂકી


આ પહેલા બોર્ડના સભ્યો દ્વારા શિક્ષણ વિભાગને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ બાદ ત્રણ વિષયના નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવા માટે પણ અપીલ કરાઈ હતી. હજુ સુધી બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં ત્રણ વિષયમાં પૂરક પરીક્ષા લેવાય તો 27 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓનું ભાવિ બચી શકે તેવી રજુઆત કરાઈ છે હાલ સરકાર તરફથી સત્તાવાર કોઈ નિર્ણય જાહેર થયો નથી.


પાવાગઢમાં દુર્ઘટના બાદ ફરિયાદ દાખલ, બ્રિજ બાદ હવે મંદિરનો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પડશે?