મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી જુઓ, શું આવુ હશે ગુજરાતનું ભવિષ્ય? શાળા વગર કેવી રીતે ભણે છે બાળકો
Gujarat Education : સ્માર્ટ શાળાની વાતો કરતી સરકારના પોકળ દાવાની પોલ ખૂલી... છોટાઉદેપુરના ઓલિયાકલમ પ્રાથમિક શાળામાં નથી ઓરડા... છેલ્લાં 1 વર્ષથી આકરા તાપમાં બેસીને ભણે છે વિદ્યાર્થીઓ..
Smart Schools : સ્માર્ટ શાળાની વાતો કરતી ગુજરાત સરકારના પોકળ દાવાની પોલ ખૂલી છે. સરકાર ભલે ગમે તેટલા બણગા ફૂંકે, પણ જમીની હકીકત સાવ અલગ છે. ગુજરાતમાં શિક્ષણ તંત્ર સાવ ખાડે ગયું છે. હવે તો ચિંતા થવા લાગી છે કે, શું આવું હશે ગુજરાતનું ભવિષ્ય. ગુજરાતમાં સ્માર્ટ શાળા તો દૂર અહીંયા ભણવા માટે ઓરડા પણ નથી. શાળાના અભાવે ગરમીમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. ગુજરાતની સરકારી શાળાઓની દયનીય તસવીરો સામે આવી છે. એક તરફ મોરબી અને બીજી તરફ પાવીજેતપુર તાલુકાની આ તસવીરો છે, જ્યાં બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. કારણ કે, અહી શાળામાં તેમની પાસે બેસવાની કોઈ જ વ્યવસ્થા નથી.
ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું, આ દેશ તરફ ફંટાયું, પણ તેની મોટી અસર જોવા મળશે
મોરબીમાં પતરાના શેડ નીચે બેસીને ભણવા મજબૂર વિદ્યાર્થીઓ
મોરબીમાં બોરીયા પાટી વિસ્તારની સરકારી શાળા તોડી પાડવામાં આવી છે. શાળા તોડી પાડ્યા બાદ તડકે ભણવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. શાળા તોડ્યાના અઢી મહિના સુધી શાળાનું કામ બંધ રહ્યું છે. જેને કારણે બાળકોની આવી સ્થિતિ છે. સરકારની નબળી શિક્ષણ વ્યવસ્થાથી વાલીઓમાં રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓનું ચોમાસામાં શું થશે તે સૌથી મોટો સવાલ છે.
રત્ન કલાકારના પરિવારનો આપઘાત, જાહેરમાં મોત વ્હાલુ કરતા કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા
પાવીજેતપુરમાં પણ આવી જ સ્થિતિ
છોટાઉદેપુરના ઓલિયાકલમ પ્રાથમિક શાળામાં ઓરડા જ નથી. છેલ્લાં 1 વર્ષથી આકરા તાપમાં બેસીને વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. એક વર્ષ પહેલાં તોડી જર્જરિત ઓરડા નાંખવામાં આવ્યા હતા. પરંતું તંત્ર દ્વારા રૂમની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓને હાલાકી ભોગવાવાનો વારો આવ્યો છે. આ શાળામાં 1થી 8 ધોરણમાં 245 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં હયાત 3 ઓરડામાં બેસીને કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતું 4 ઓરડા તોડી નાંખવામાં આવતાં વિદ્યાર્થીઓને બહાર બેસવું પડે છે. હજુ સુધી નવા ઓરડા બનાવવામાં ન આવતાં વિદ્યાર્થીઓ શાળા છોડવા મજબૂર બન્યા છે. વહેલીતકે ઓરડા નહીં બને તો 30થી વધુ વિદ્યાર્થીઓ શાળા છોડી દેશે. ઓરડા નહીં બને તો ઓલિયાકલમ શાળાને તાળાં મારવાનો વારો આવશે. હજુ વહેલી તકે શાળા બનાવવામાં ન આવે તો 30 થી વધુ બાળકો શાળા માંથી LC કાઢી જાય તેવી શક્યતા છે.
બિપોરજોય વાવાઝોડુ કેટલે પહોંચ્યું અને ગુજરાત પર ક્યારે ત્રાટકશે, આવ્યા લેટેસ્ટ અપડેટ