Gujarat Election 2022, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓનો દબદબો જોવા મળ્યો છે. આ વખતે કુલ 138 મહિલાઓએ ઝંપલાવ્યું હતું. ગુજરાત ચૂંટણીમાં ભાજપની 14 મહિલા ઉમેદવારની જીત છે. જેમાંથી ભાજપની 17 મહિલા ઉમેદવારો, કોંગ્રેસના 14 મહિલા ઉમેદવારો અને આપની માત્ર 6 ઉમેદવારો હતા. જ્યારે અપક્ષમાંથી 102 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં હતા. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે આજે આવેલા પરિણામમાં મુખ્ય ત્રણ પક્ષની માત્ર 15 મહિલાઓનો વિજય થયો છે.


  • રાજકોટ પશ્વિમ બેઠક પરથી ડૉ.દર્શિતા શાહની જીત 

  • જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના રીવાબા જાડેજાની જીત

  • નરોડા બેઠક પરથી ભાજપા ડૉ.પાયલ કુકરાણીની જીત

  • લીંબાયત બેઠક પરથી ભાજપના સંગીતા પાટીલ આગળ

  • રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાજપના ભાનુ બાબરીયાની જીત

  • ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાની જીત

  • ભાવનગર પૂર્વ બેઠક પરથી ભાજપના સેજલ પંડ્યાની જીત

  • કચ્છની ગાંધીધામ બેઠક પર ભાજપના માલતી મહેશ્વરીની જીત

  • ઠક્કરબાપાનગર બેઠક પર ભાજપના કંચનબેન રાદડિયાની જીત

  • કુતિયાણા બેઠક પરથી ભાજપના ઢેલીબેન ઓડેદરાની હાર

  • વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર આગળ

  • સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના અમી રાવતની હાર

  • માંજલપુર બેઠક પર કોંગ્રેસના ડૉ.તશ્વીન સિંહની હાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસની 13 મહિલા ઉમેદવારોની હાર
કોંગ્રેસ તરફથી કુલ 14 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી એક જ મહિલાઓનો વિજય થયો છે. જ્યારે 13 મહિલા ઉમેદવારોની હાર થઈ


આપના એક પણ મહિલા ઉમેદવાર ન જીત્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એક પણ મહિલાઓનો વિજય થયો નથી. જે પૈકી હારેલી ઘણી મહિલાઓની ડિપોઝિટ પણ ડૂલ થાય એવો માહોલ સર્જાયો છે.