Gujarat Election 2022: બીજા તબક્કામાં 187 ઉમેદવાર કરોડપતિ, 92 ઉમેદવાર સામે ગંભીર ગુનાઓઃ ADR રિપોર્ટ
Gujarat Assembly election 2022: ગુજરાતમાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. એડીઆર દ્વારા આ 833 ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
સપના શર્મા, અમદાવાદઃ ગુજરાતમાં કુલ બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022) યોજાવાની છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ગુજરાતમાં બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 833 ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. જેમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ 20 ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
બીજા તબક્કાની ચૂંટણીને લઇ ADRનો રિપોર્ટ જાહેર
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 20 ટકા એટલે કે 163 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ 163 ઉમેદવારોમાંથી 92 ઉમેદવારો એટલે કે 11 ટકા ઉમેદવારો પર ગંભીર ગુનાઓ દાખલ છે. 2017ની ચૂંટણીમાં 12 ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતની ચૂંટણી લોકસભા-2024ની ચૂંટણીની સેમીફાઇનલ છેઃ હિંમતા બિસ્વા સરમા
બીજા તબક્કાના ભાજપના 93 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારો, કોંગ્રેસના 90 ઉમેદવારોમાંથી 29 ઉમેદવારો, AAPના 92 ઉમેદવારોમાંથી 29 ઉમેદવારો, BTPના 12 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. 9 ઉમેદવારો પર મહિલાઓ સામેના ગુનાઓ નોંધાયેલા છે. જેમાં એક ઉમેદવાર સામે બળાત્કારનો ગુનો નોંધાયેલો છે. 2 ઉમેદવારો પર હત્યાનો ગુનો નોંધાયેલો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube