Gujarat Election 2022: 15મી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન ચૂંટણી પંચે થીમ આધારિત મતદાન મથકો તૈયાર કર્યા. 173-ડાંગ (S.T.) વિધાનસભા મતદાર વિભાગમા મતદાન મથક નંબર: 185-આહવા ખાતે આંબાપાડાને આદર્શ મતદાન મથક તરીકે તૈયાર કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આદર્શ મતદાન મથકના મતદારો માટે અહીં પીવાના પાણી સહિત શૌચાલય, કચરા પેટી, પૂરતી હવા ઉજાશની વ્યવસ્થા, બપોરના સમયે તાપથી બચવા માટે મંડપ, બેઠક વ્યવસ્થા, સ્ત્રી અને પુરુષોની અલાયદી કતાર, રેડ કાર્પેટ, સીસી ટીવી કેમેરા, લાઈવ વેબકાસ્ટિંગની સુવિધા, દિવ્યાંગજનો માટે વ્હિલ ચેર, અને નાના ભૂલકાઓ માટે ઘોડિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી.


આહવાના આ આદર્શ મતદાન મથકે 444 સ્ત્રી, અને 420 પુરુષ મળી કુલ 864 મતદારો નોંધાયા છે. મતદાન દિવસની પૂર્વ સંધ્યાએ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ આ મતદાન મથકની જાત મુલાકાત લઇ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતુ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube