મૌલિક ધામેચા, અમદાવાદઃ ગુજરાતમાં જોરદાર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 93 સીટો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ આવશે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ વેજલપુરથી ભાજપના ઉમેદવાર અમિત ઠાકરના સમર્થનમાં સભા સંબોધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહના સંબોધનની મોટી વાતો
અમદાવાદના પ્રહલાદનગર નજીક આવેલા કોર્પોરેશન પ્લોટમાં ચૂંટણી સભા યોજવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, હું આ વિસ્તારમાંથી વર્ષ 1994માં ચૂંટાયો હતો. દેશના સૌથી વિકસિત વિસ્તારમાંથી એક વેજલપુરનો ભાગ છે. તેમણે કહ્યું કે 2002માં ગુજરાતમાં એકેય દાદાઓ રહ્યાં નથી. તેમણે કહ્યું હતું કે એક સમયે કાંકરિયા લેક દુર્ગંધ મારતું હતું. પરંતુ હવે અટલ ટ્રેનમાં પરિવાર પોતાના બાળકો સાથે ફરે છે. 


Gujarat Election 2022: પોરબંદરમાં IRB જવાનો વચ્ચે ઘર્ષણ, ફાયરિંગમાં બેના મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube