Asaduddin Owaisi on Congress: ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાનું મતદાન ચાલું છે. વોટિંગની વચ્ચે પણ રાજનૈતિક પાર્ટીઓ તરફથી આરોપ પ્રત્યારોપ થભવાનું નામ લઈ રહ્યા નથી. હંમેશા પોતાના નિવેદનોને લઈને હેડલાઈન્સમાં રહેનાર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એક સભામાં પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરી ટિપ્પણી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓવૈસીએ બેઠકમાં હાજર લોકોને કહ્યું કે આ કોંગ્રેસીઓને પૂછો કે શું તેઓ ચૂંટણી જીતી રહ્યા છે. વાસ્તવમાં ઓવૈસી એક સંબોધન સભાને સંબોધિત કરી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું કે આટલી મોંઘવારી છે, આજે 2 થી વધુ ગેસ સિલિન્ડર ખરીદી શકાતા નથી, લોકો પાસે નોકરી નથી, પગાર ઓછો છે, આ બધી સમસ્યાઓનું સમાધાન કોણ કરશે. જ્યારે આ કોંગ્રેસીઓ તમારી શેરીઓમાં મતદાન કરવા આવે ત્યારે તેમને કહો કે ટોપી અને શેરવાની પહેરેલ એક દીવાનો પુછી રહ્યો હતો કે, શું તમે ગુજરાત જીતી રહ્યા છો?



ચૂંટણી છોડીને મધ્યપ્રદેશમાં ફરી રહ્યા છે રાહુલ ગાંધી 
ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેમને તેમની જીત અંગે સવાલ કરવામાં આવશે તો આ જોકર્સ જવાબ આપી શકશે નહીં. તે એટલું જ કહેશે કે ઓવૈસીની વાત પર વિશ્વાસ ન કરો. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અહીં ચૂંટણી જંગ ચાલી રહ્યો છે અને તેમના નેતાઓ મધ્યપ્રદેશમાં પગપાળા ફરી રહ્યા છે. આ રીતે લડાઈ ના થાય. અમે ખરી લડાઈ લડી રહ્યા છીએ, અમે આ બંને વચ્ચે પીસી રહ્યા છીએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા છોડવી ન હતી, તેથી તેમણે ભાજપને જીત સોંપી છે.


ઓવૈસીને મત આપવાની અપીલ
બિલ્કીસ બાનોનો મુદ્દો ઉઠાવતા ઓવૈસીએ કોંગ્રેસ પર ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે બાનોના હત્યારા ફરી મોદીના નામ પર વોટની ભીખ માંગે છે. કોંગ્રેસના લોકો પણ આ મુદ્દે કશું બોલશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે આપણે સૌએ આ બાબતોને મુખ્યત્વે સમજવી જોઈએ. તેથી જ હું તમને અપીલ કરું છું કે તમે બધા તમારી સમજણથી યોગ્ય નિર્ણય લો અને તમારો મત આપો.