Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. 1 ડિસેમ્બરે પહેલા તબક્કામાં 2 કરોડ 13 લાખ મતદારો મતદાન કરશે. 19 જિલ્લામાં રાજકીય પક્ષો હવે પ્રચાર નહી કરી શકે. મતદાનના 48 કલાક પહેલાં પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. તમામ પક્ષોએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. 1 ડિસેમ્બરે 19 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન યોજાશે...
1 ડિસેમ્બરે 19 જિલ્લામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતદાન કરશે. જેમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો મતદાન કરશે અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે.


19 જિલ્લામાં કયા જિલ્લાની કેટલી બેઠકો પર મતદાન થશે તેની વાત કરીએ તો...


  • કચ્છ જિલ્લાની 6 બેઠક

  • સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક

  • મોરબી જિલ્લાની 3 બેઠક

  • રાજકોટ જિલ્લાની 8 બેઠક

  • જામનગર જિલ્લાની 5 બેઠક

  • દેવભૂમિ દ્વારકાની 2 બેઠક

  • પોરબંદર જિલ્લાની 2 બેઠક

  • જૂનાગઢ જિલ્લાની 5 બેઠક

  • ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠક

  • અમરેલી જિલ્લાની 5 બેઠક

  • ભાવનગર જિલ્લાની 7 બેઠક

  • બોટાદ જિલ્લાની 2 બેઠક

  • નર્મદા જિલ્લાની 2 બેઠક

  • ભરૂચ જિલ્લાની 5 બેઠક

  • સુરત જિલ્લાની 16 બેઠક

  • તાપી જિલ્લાની 2 બેઠક

  • ડાંગ જિલ્લાની 1 બેઠક

  • નવસારી જિલ્લાની 4 બેઠક

  • વલસાડ જિલ્લાની 5 બેઠક


નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીનું નિવેદન
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ પ્રચાર પડઘમ શાંત થયા બાદ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં મતદાન થશે. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. 89 બેઠકો પર મતદાન થશે. 788 ઉમેદવારો મેદાન છે. 2 કરોડ 13 લાખ મતદારો મતદાન કરશે, જેમાંથી 1 કરોડ 15 લાખ મહિલા મતદારો છે. 6 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. 163 NRI મતદારો છે. 14,382 મતદાન મથકો પર મતદાન થશે. 50 ટકા મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ થશે.


તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ વિભાગના કમાંડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. બે દિવસ પહેલા વોટર માહિતીની સ્લીપનું વિતરણ થયું છે. આજે સાંજે 5 વાગ્યાથી પહેલા તબક્કાનું પ્રચાર બંધ થશે. 5,229 ફરિયાદ અત્યાર સુધી ચૂંટણી પંચને મળી. અત્યાર સુધી 9 ફરિયાદ મળી, જેમાં પોલીસ ફરિયાદ કરી છે.