Gujarat Election 2022: AAP ના CM પદનો ચહેરો ઈસુદાન ગઢવી ખંભાળિયાથી લડશે ચૂંટણી, જાણો આ બેઠકથી લડવાનું કારણ
Gujarat Elections 2022: આજે સવારથી ચર્ચા હતી કે ઈસુદાન ગઢવીની બેઠક અંગે AAPના સંયોજક કેજરીવાલ સત્તાવાર જાહેરાત જાહેરાત કરશે. જેનો આખરે અંત આવ્યો છે.
Gujarat Elections 2022 ગૌરવ પટેલ/અમદાવાદ: આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીનો ચહેરો જાહેર કર્યો હતો. ત્યારથી દરેકના મનમાં એક સવાલ હતો કે ઈસુદાન ક્યાંથી ચૂંટણી લડશે? તે સવાલનો જવાબ આખરે મળી ચૂક્યો છે. ઈસુદાન ગઢવી દ્વારકાના ખંભાળિયાથી ચૂંટણી લડશે.
સૌથી પહેલા ZEE 24 KALAK એ આપ્યા હતા ખબર
સૌથી પહેલા આ સમાચાર ઝી 24 કલાકે બ્રેક કર્યા હતા કે ઈસુદાન જામખંભાળિયાથી ચૂંટણીમાં ઉતરશે. જેના બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી.અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, ખેડૂતો, બેરોજગાર યુવા, મહિલાઓ, વેપારી તમામ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઈસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિથી ગુજરાતને એક સારા અને નવા મુખ્યમંત્રી મળશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube