Gujarat Election 2022, ભરત ચુડાસમા/ભરૂચ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક પછી એક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. પરંતુ ઝઘડિયાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. છોટુ વસાવાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે આવતીકાલે તેઓ ફોર્મ ભરશે. છોટુ વસાવાએ પોતાના ટેકેદારોને હાજર રહેવા અનુરોધ કર્યો છે. પરંતુ છોટું વસાવા કયા પક્ષમાંથી ફોર્મ ભરશે તે અંગે સસ્પેન્સ હજું અકબંધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કઈને કંઈ નવું થતું રહે છે, ત્યારે ભરૂચની ઝઘડિયા બેઠકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. છોટુ વસાવા આવતીકાલે (સોમવાર) ઉમેદવારી ફોર્મ ભરવા જશે. સાંભળીને આશ્ચર્ય થયું ને... પણ આ હકીકત છે. છોટુ વસાવાએ આ માહિતી ટ્વીટ કરીને આપી છે અને પોતાના ટેકેદારોને હાજર રહેવા માટે અનુરોધ કર્યો છે.



ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રાજનીતિમાં ઝઘડિયા બેઠક હાઈ પ્રોફાઈલ બનતી જઈ રહી છે. જો છોટું વસાવા આવતીકાલે ફોર્મ ભરશે તો ઝઘડિયા બેઠકમાં પિતા-પુત્ર અને ભત્રીજા વચ્ચે જંગ થશે. પુત્ર મહેશ વસાવાએ પિતાની ટિકિટ કાપી છે, ત્યારે હવે સવાલ એવો ઉભો થાય છે કે છોટું વસાવા કંઈ પાર્ટીમાંથી ફોર્મ ભરશે? તે અંગે સસ્પેન્સ હજું અકબંધ છે.


મહત્વનું છે કે, સાત ટર્મથી અજેય છોટુ વસાવાનું પત્તુ પુત્ર મહેશ વસાવાએ જ કાપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. છોટુ ભાઈની બ્રાન્ડ એવી ઝઘડિયા બેઠક પરથી મહેશ વસાવા ચૂંટણી લડશે. સતત સાત ટર્મથી ઝઘડિયા બેઠક ઉપર બીટીપીનો ઝંડો લહેરાવનાર છોટુ વસાવા નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડે. તેમની જગ્યાએ તેમનો પુત્ર જે હાલ ડેડીયાપાડા બેઠકના ધારાસભ્ય છે, મહેશ વસાવા તે ઝઘડિયાથી ચૂંટણી લડશે. ડેડિયાપાડાથી બહાદુરસિંહ વસાવા ચૂંટણી લડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube