Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જ્યાં સેન્સ પ્રક્રિયામાં પૂર્વ ડે.સીએમ નીતિન પટેલે દાવેદારી નોંધાવી છે. નીતિન પટેલ સામે 19 લોકોએ દાવેદારીનાં ફોર્મ ભર્યા છે. હજુ વધુ દાવેદારો નોંધાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ફોર્મ ભરવાનો દરેકનો અધિકાર છે. મેં મહેસાણાથી સેન્સ પ્રક્રિયામાં દાવેદારી નોંધાવી છે. મને પક્ષ ટિકિટ આપશે તો હું મહેસાણાથી ચૂંટણી લડશે.


સેન્સ પ્રક્રિયામાં નીતિન પટેલે કહ્યું કે, મેં મહેસાણા વિધાનસભામાં વિકાસના કામો કર્યા છે જેથી લોકોએ મને ઉમેદવાર બનાવવાની ઈચ્છા વ્યક્રત કરી છે. જેથી હું આજે વિધાનસભાની ટિકિટની માંગણી કરવા માટે આવ્યો છું. પક્ષ મને ટિકિટ આપશે તો હું મહેસાણા વિધાનસભાની ચૂંટણી લડીશ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube