ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પક્ષની રચના, પૂર્વ IPS DG વણઝારાના આ પગલાથી રાજકીય ખળભળાટ
વણઝારાએ આ પ્રસંગે જણાવ્યું છે કે `નિર્ભય પ્રજા રાજ માટે નવા પક્ષની રચના`. વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પક્ષની રચના કરવામાં આવી છે. પૂર્વ IPS ઓફિસર પ્રજા વિજય પક્ષની રચના કરી છે.
આશ્કા જાની/અમદાવાદ: ચૂંટણી આડે માત્ર 30 દિવસ પણ બાકી રહ્યા નથી ત્યારે રાજકીય પક્ષો તડતોડ મહેનત કરી રહ્યા છે. હાલ ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે, તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પક્ષની રચના થઈ છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ પોતાના પક્ષની જાહેરાત કરીને ખળભળાટ મચાવ્યો છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ "પ્રજા વિજય પક્ષ"ની જાહેરાત કરી છે. ભય અને ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દા સાથે નવો પક્ષ સ્થાપ્યો છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ ધાર્મિક-સામાજીક આગેવાનોને સાથે રાખીને નવા પક્ષની જાહેરાત કરી છે.
વણઝારાએ આ પ્રસંગે જણાવ્યું છે કે 'નિર્ભય પ્રજા રાજ માટે નવા પક્ષની રચના'. વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પક્ષની રચના કરવામાં આવી છે. પૂર્વ IPS ઓફિસર પ્રજા વિજય પક્ષની રચના કરી છે. ચૂંટણીના જૂજ દિવસો બાકી રહ્યા છે, તેવા સમયે પક્ષની રચનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube