Gujarat Election 2022: ભાજપે ખેલ પાડ્યો! કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત સહિત PASSના 1500થી વધુ કન્વિનરોએ કર્યો કેસરિયો
Gujarat Election 2022: અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહીત 1500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે પ્રદીપસિંહ વાઘેલાએ તમામનું સ્વાગત કર્યુ છે
Gujarat Election 2022: કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ભાજપમાં જોડાયા છે, સાથે જ પાટીદાર અનામત આંદોલન સમિતિના 1500થી વધુ કન્વિનરોએ પણ કેસરિયો ધારણ કર્યો છે. અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહીત 1500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કેસરિયો ધારણ કર્યા બાદ જયેશ પટેલ, ઉદય પટેલ, ધર્મેશભાઈ પટેલ, યશ પટેલ,રાધે પટેલ,બ્રિજેશ પટેલ, ભાવેશ પટેલ,મિલનભાઈ કાવર,હિલ પટેલ, જીતેન્દ્ર પટેલ,ડાહ્યાભાઈ પટેલ, શૈલિન પટેલ, શૈલીન પટેલ,ક્રિષ્ણા પટેલ,મૌલિક પટેલ, મિત પટેલ અને શૈલેષ પટેલે પણ કેસરિયો ધારણ કર્યો છે. કમલમ ખાતે પ્રદીપસિંહ વાઘેલાએ તમામનું સ્વાગત કર્યુ છે.
પ્રદીપસિંહ વાઘેલા
પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આજે કમલમ ખાતે રાજકીય અને સમાજીક કાર્યકરો bjp માં જોડાયા તેનું સ્વાગત કરું છું.
પાસ કન્વિનરોએ જણાવ્યું કે, આવનારા વર્ષોમાં આ લોકો દેશ સેવા માટે કામે કરે તે ખાતરી આપું છું. મેં કોગ્રેસમાં જે જવાબદારી સોંપી તે અમે નિભાવી. પાટીદાર આંદોલનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી. કોંગ્રેસમાં જે કાર્યકરોની અવગણના થઈ રહી છે. મારુ 100 ટકા આપીશ અને bjp પાર્ટી સોંપશે તે જવાબદારી સભાળીશ. અમે ફી માફીની રજુઆત કરી હતો માન્ય રાખી હતી. મેં કોઈ ટીકીટ માંગી નથી. જો પુરાવો મળે તો જાહેર જીવન છોડવા તૈયાર છું. મારે ચૂંટણી લડવી નથી કેમ કે હું કોંગ્રેસની સ્થિતિ જાણીએ છે. થોડા કેસ પાછા ખેંચાય છે અન્યનો ટેક્નિક નિવેળો લાવીશું. સારું કામ કરવામાં કોંગ્રેસમાં અનેક અવરોધ હતા તે દૂર કરવા માટે bjp માં જોડાયો છું. હાર્દિકને લાગ્યું ત્યારે તે જોડાયો અને મને લાગ્યુ ત્યારે હું જોડાયો.
રાજ શેખવતનું નિવેદન
ભાજપમાં જોડાયા બાદ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, હું સી આર પાટીલ અને ભાજપનો આભાર માનું છું. અમે 2017થી લોકસેવા કરીએ છે. હવે સત્ત પરથી સાથે જન સેવાનું કાર્ય આગળ વધારીશું. કોઈપણ ઘટના બની ત્યારે ક્ષત્રિયને યાદ કરવામાં આવી રહ્યા છે. હવેથી દર મહિને જિલ્લાની ટીમ ભાજપમાં જોડાશે. આંદોલનકારી માટે ધરપકડ થતી હોય છે. સરકાર સામે અમારી લડત હતી. લોકસેવાની મોકો ભાજપે આપ્યો છે. અમારો નિર્ણય ક્ષત્રિય અને ગુજરાતની જનતા માટે સારો છે. લોકો વિરોધ કરે એનો વાંધો નાં હોય. અમારું કેડર અમારી સાથે છે. અમારી અપેક્ષા એક જ છે ભાજપ દેશહિતમાં કામ કરે એને ગતી મળે.
પાસ કન્વીનરો સહિત 1500 કાર્યકરો ભાજપમાં જોડાયા
- જયેશ પટેલ - પાસ કન્વિનર, અમદાવાદ (કોર કમિટી સભ્ય)
- ઉદય પટેલ - પાસ કન્વિનર,મધ્ય ગુજરાત (કોર કમિટી સભ્ય)
- ધર્મેશભાઈ પટેલ - પાસ કન્વિનર, માણસા
- યશ પટેલ - પાસ કન્વિનર, મહીસાગર જીલ્લા
- રાધે પટેલ - પાસ કન્વિનર, ભરુચ જીલ્લા
- બ્રિજેશ પટેલ - પાસ કન્વિનર, રાજકોટ
- ભાવેશ પટેલ - પાસ કન્વિનર, ધાંગધ્રા
- મિલનભાઈ કાવર - પાસ કન્વિનર, હળવદ
- હિલ પટેલ - પાસ કન્વિનર, ગારીયાધાર
- જીતેન્દ્ર પટેલ - પાસ કન્વિનર, શહેરા
- ડાહયાભાઈ પટેલ - પાસ અગ્રણી, ગોધરા
- શૈલીન પટેલ - વરણામા વડોદરા પાસ
- ક્રિષ્ણા પટેલ - પાસ કન્વિનર, વડોદરા
- મૌલીક પટેલ - કન્વિનર - ઈડર, પાસ
- મિત પટેલ - પાસ સોશીયલ મીડીયા કન્વિનર
- શૈલેષ પટેલ - પાસ આગેવાન, ઉંજા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા માહોલ ગરમાયો છે. ત્યારે હવે પક્ષપલટાની મોસમ જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણી ટાણે જ હાર્દિક પટેલના ખાતામા એકસાથે 1500 પાસ કાર્યકર્તાઓનું સમર્થન આપ્યું છે. હાર્દિક પટેલ જૂન મહિનામાં ભાજપમાં જોડાયા હતા. જે બાદ હાર્દિક પટેલને પાસમાંથી કોઈએ સમર્થન આપ્યુ હતું. ત્યારે એકસાથે 1500 કન્વીનર ભાજપમાં જતા રાજનીતિમાં મોટો ભૂકંપ સર્જાશે.
આજે 24મી નવેમ્બર અને ગુરુવારના રોજ અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube