Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સુરત શહેરનો માહોલ કંઈક અલગ જ દિશામાં લાગી રહ્યો છે. જેને કારણે સુરત ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. પાર્ટી જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સંક્ટ મોચર બનીને એકમાત્ર નરેન્દ્ર મોદી જ આવતા હોય છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી 27 નવેમ્બરે સુરતમાં આવશે. પ્રધાનમંત્રી મોદી સભા બાદ સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે બપોર સુધી સુરતમાં રોકાણ કરશે. જ્યાં તેઓ પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં સભાનું આયોજન કરાયું છે. પીએમ મોદી સુરતમાં રાત્રિ રોકાણ દરમિયાન સુરતની સ્થિતિનો ચિતાર મેળવશે. એટલું જ નહીં, પ્રધાનમંત્રીની સભા પહેલાં એરપોર્ટરથી રોડ શો અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના સુરત પ્રવાસમાં આઠ વિધાનસભા બેઠકને આવરી લેવામાં આવશે. જ્યાં દરેક પોઈન્ટ પર વિધાનસભા મુજબ સ્વાગત કરવામાં આવશે. 


પીએમ મોદી સુરતમાં 27 તારીખે સાંજે સભા સંબોધ્યા બાદ રાત્રિ રોકાણ ત્યાં જ કરવાના છે અને બીજા દિવસે બપોર સુધી રોકાણ બાદ રવાના થશે. વડાપ્રધાનની સભા પહેલા રોડ શો કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. વડાપ્રધાન મોદી સુરતમાં રોડ શો કરશે. પીએમ મોદી એરપોર્ટથી રોડ શો કરશે, જેની તૈયારીઓ શરૂ કરાશે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી નવેમ્બરે સુરતના અબ્રામા વિસ્તારમાં જનસભાને સંબોધન કરવા માટે આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટીદારોના ગઢમાં આવીને વડાપ્રધાન પટેલ મતદારોને રિઝવવાના પ્રયાસ કરે તે પ્રકારે આયોજન થઈ રહ્યું છે.


નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને AAPની સીધી ટક્કર થતી દેખાઈ રહી છે, કારણ કે સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો, જેથી પાટીદાર પ્રભાવવાળી બેઠકોને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર સભા સંબોધવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી કામરેજ, વરાછા, કરંજ, ઓલપાડ, કતારગામ બેઠકો ઉપર મતદારોને આકર્ષી શકાશે તેવી ગણતરી સાથે સભાનું આયોજન થયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube