Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે પહેલાં તબક્કાનું મતદાન યોજાવાનું છે. એ પહેલાં ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે તમામ પક્ષના નેતાઓ પણ પોતાની પાર્ટી જીતશે તેના દાવાઓ કરતાં હોય છે. ત્યારે ચૂંટણીના પરિણામ પહેલા જ કોંગ્રેસના પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો જીતનો દાવો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જીતનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ 125 બેઠક સાથે સરકાર બનાવશે, ભાજપની નારાજ મતદારોએ કોંગ્રેસને મત આપ્યા છે. કોંગ્રેસ પરિવર્તનનો ઉલ્લેખ કરીને પોતાની જીતનો દાવો કરી રહી છે. હવે ગુજરાત કોંગ્રેસે પાર્ટી 125 બેઠકો સાથે જીતશે.



ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું છે કે કોંગ્રેસ 125 બેઠક સાથે સરકાર બનાવશે. જે મતદાન થયું એ એન્ટી બીજેપી અને પ્રો-કોંગ્રેસ હતું. મતદારો બીજેપીથી નારાજ ચાલતા હતા. બીજેપીથી નારાજ થયેલા મતદારોએ કોંગ્રેસને પસંદ કરી કરી છે. તેમણે આપ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, બીજેપી આપને ગુજરાતમાં લાવી છે. બીજેપી પોતે જીતી શકે તેમ ન હોવાથી AAPની મદદ લીધી. ભાજપનો નારાજ મતદાર કોંગ્રેસ સુધી ન પહોચેં તેવું આયોજન કરાયું છે. ચૂંટાયેલા ધારાસભ્યોને બહાર લઇ જવાની જરૂર નહીં પડે. 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની એકતરફી જીત થશે તેની મને ખાતરી છે. ભાજપ પર નિશાન સાંધતા જણાવ્યું કે, તેમણે વિકાસ વિશે નથી વિચાર્યું, જનતા વિશે, મોંઘવારી વિશે નથી વિચાર્યું. માત્ર તેમણે જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હવે જનતા બધું સમજી ગઈ છે.