Gujarat Election 2022: ભાજપને લાગ્યો મોટો ઝટકો, આ ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
Gujarat Assembly Election 2022: એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહ્યો છે. પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. તો નેતાઓની પાર્ટી બદલવાની મોસમ પણ ચાલી રહી છે. ભાજપના એક ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. આજે સવારે ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપે ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. આ વચ્ચે ક્યાંક વિરોધના સૂર પણ સામે આવી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. માતરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
કેસરીસિંહ આપમાં જોડાયા
ભાજપે આજે સવારે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં 115 માતર વિધાનસભા સીટ પર વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપીને કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી. હવે કેસરીસિંહ તેનાથી નારાજ થયા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે આજે આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
વિધાનસભાની પ્રથમ ચરણની ભાજપની 5 બેઠકોનું કોકડું કેમ ગૂંચવાયું, જાણો અંદરની વાત
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube