Dwarka Assembly Constituency: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કેટલીક એવી બેઠકો છે જે ભાજપ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. કારણ કે આ બેઠકોના ધારાસભ્યો તેમના મતવિસ્તારમાં બાદશાહ છે એટલે કે મજબૂત પકડ ધરાવે છે. આવી જ સુરક્ષિત દ્વારકા વિધાનસભા બેઠક છે, જ્યાં ધારાસભ્ય પબુભા માણેક છે. આ બેઠક પર પબુભા માણેકના નામ પર ભાજપ પાસે એવું ટ્રમ્પ કાર્ડ છે કે અહીંથી હરાવવું ખૂબ મુશ્કેલ છે. પબુભા માણેક દ્વારકા બેઠક પરથી સતત 32 વર્ષથી ધારાસભ્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પબુભા માણેક વર્ષ 1990માં પ્રથમ વખત દ્વારકા બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ પબુભા ક્યારેય આ બેઠક પરથી ચૂંટણી હાર્યા નથી, જ્યારે આ વખતે પણ પબુભાને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 1990 પછી પબુભા માણેક વર્ષ 1995 અને 1998માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા. ત્યારબાદ વર્ષ 2002માં પબુભા માણેક કોંગ્રેસમાં જોડાયા અને તેમની ટિકિટ પર વિધાનસભા પહોંચ્યા હતા.


2007માં ભાજપમાં જોડાયા
2007ની વિધાનસભાની ચૂંટણી પહેલા પબુભા માણેક ભાજપમાં જોડાયા હતા, આ ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા હતા અને જીતીને ફરી વિધાનસભામાં પહોંચ્યા હતા. 2012 અને 2017ની ચૂંટણીમાં પણ પબુભા માણેક ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હવે 2022ની ચૂંટણીમાં પણ ભાજપે ફરી એકવાર પબુભા માણેકને ધારાસભ્યની ટિકિટ આપી છે અને તેઓ 8મી વખત વિધાનસભામાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે.


'દ્વારકામાં તમામ સમાજનો સહયોગ'
તાજેતરમાં ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં માણેકે કહ્યું, 'મને દ્વારકામાં તમામ સમુદાયોનો ટેકો અને સ્નેહ મળે છે. આ જ કારણ છે કે હું આટલા લાંબા સમયથી આ બેઠક પરથી ચૂંટાયો છું, પરંતુ ચૂંટણી હાર્યો નથી. હું છેલ્લા 8 વખત દ્વારકા બેઠક પરથી જીતી રહ્યો છું, જેમાંથી ત્રણ વખત હું અપક્ષ ઉમેદવાર તરીકે, એક વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યો છું.


જ્યારે, ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી મળી રહેલા પડકારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પબુભા માણેકએ કહ્યું કે, "અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીએ રાજ્યમાં મફત વીજળી સહિત અનેક મફતનું વચન આપ્યું છે, જેમાં 18 વર્ષથી ઉપરના દરેક મહિલાઓ માટે 1000 રૂપિયા માસિક ભથ્થું વગેરે.... જો આવું થશે તો કોઈ કામ નહીં કરે કારણ કે અહીંના લોકો આજીવિકા મેળવવામાં માને છે.


તમને જણાવી દઈએ કે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થશે, જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં બાકીની બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube