Gujarat Election 2022, આશ્કા જાની/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે. કેટલાક ઉમેદવારો તો ઉત્સાહમાં આવીને અત્યારથી જીતના મોટા દાવા કરી રહ્યા છે. એટલું જ નહીં, પરિણામ પહેલા જ રાજકીય પક્ષોએ વિજય સરઘસની તૈયારીઓ કરી લીધી છે. એટલે કે ગુજરાતમાં રાજકીય પાર્ટીઓમાં ફટાકડાની ડિમાન્ડ જોરદાર વધી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીતના દાવા સાથે રાજકીય પક્ષોમાં સરઘસ માટે ફટાકડાની ડિમાન્ડ વધી ગઈ છે. આ વખતે ફટાકડામાં અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. જેમાં કેસરી રંગના ધુમાડા સાથેના તેમન લાંબી ફટાકડાની લુમ, તેમજ મોટા બૉમ્બ અને આતશબાજીની અનેક વેરાયટી સાથેના ફટાકડાની ડિમાન્ડ માર્કેટમાં જોવા મળી રહી છે. આ વિશે શહેરના એક ફટાકડા વેપારીનું કહેવું છે કે ચૂંટણીના કારણે 30 ટકા વેપાર વધ્યો છે, સાથે જ રાજકીય પક્ષોના ઉમેદવારો 10 થી 15 હજારના ફટાકડા ઓડર આપી ખરીદી રહ્યા છે અને આવતીકાલના વિજય સરઘસની તૈયારીઓ કરી રહ્યા છે. 


મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં તમામ ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. અમદાવાદમાં ફટાકડાના મોટા વેપારી પાસે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો ફટાકડાની ઈન્કવાયરી કરી રહ્યા છે. ફટાકડાની વેરાયટીઓમાં સ્મોકર, રિબીન પટ્ટી, બોમ્બ, ફટાકડા લૂમ જેવી અલગ અલગ વેરાઇટીના ફટાકડાની માગ રાજકીય પાર્ટી કરી રહી છે. ભાજપ દ્વારા વિશિષ્ટ કેસરી સ્મોકરની ડિમાન્ડ વધારે કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, વિઘાનસભાની ચૂંટણીના પરિણામ ભલે બાકી હોય, ત્યારે કેટલાક ઉમેદવારોએ પાર્ટીની જીત નિશ્ચિત હોય એમ ફટાકડા ફોડયા હતા. ફટાકડાની તૈયારીઓને જોતા પરિણામના દિવસે ઠેરઠેર (8 ડિસેમ્બર) વિજય સરઘર્ષ જોવા મળી શકે છે.