ભરૂચઃ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માં તમામ પાર્ટીઓ સહિત ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. બીજા તબક્કાના મતદાન માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ટિકિટોની વહેંચણી બાદ રાજકીય પાર્ટીઓમાં શરૂ થયેલા વિવાદ વચ્ચે હવે દરેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. આ વચ્ચે ભરૂચની ઝઘડિયા સીટ પર પિતા-પુત્રનો વિવાદનો પણ અંત આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતા-પુત્રના વિવાદનો સુખદ અંત
ગુજરાતમાં ઝઘડિયા વિધાનસભા સીટ પર બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા અને મહેશ વસાવા આમને-સામને આવી ગયા હતા. બીટીપી અધ્યક્ષ મહેશ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી તો તેમના પિતા છોટુ વસાવાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આજે પુત્ર મહેશ વસાવાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધુ છે. એટલે કે હવે ચૂંટણીના મેદાનમાં પિતા-પુત્રની લડાઈનો સુખદ અંત આવી ગયો છે. 


કોંગ્રેસમાં પૈસાના ખેલની ક્લીપ વાયરલ! પૂર્વ MLA કામીનીબા રાઠોડે કર્યા ગંભીર આક્ષેપ


છેલ્લા સાત ટર્મથી છોટુ વસાવા ધારાસભ્ય
ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સ્થાપક છોટુ વસાવા સતત 7 વખતથી ઝઘડિયા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે. આ બેઠક પર તેમની વર્ષોથી મજબૂત પકડ છે. ભાજપ કે કોંગ્રેસ પણ તેમને આ બેઠક પર હરાવી શક્યા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube