Gujarat Assembly Election Exit Poll Result: ZEE 24 કલાકના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ફરીથી ડબલ એન્જિનની સરકાર બનશે અને ભાજપને 110થી 125 બેઠકો મળવાનું અનુમાન છે. ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સરકાર બનશે. એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં વધુ 5 વર્ષ કોંગ્રેસને રાજકીય વનવાસ ભોગવવો પડશે. આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 45થી 60 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી બાજુ ગુજરાતમાં સરકાર બનાવવાનાં સપનાં જોતી આમ આદમી પાર્ટીને માત્ર ખાતું ખોલાવીને સંતોષ માનવો પડશે. એક્ઝિટ પોલ પ્રમાણે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 1થી 5 બેઠકો મળવાનો અંદાજ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીને 110 થી 125 બેઠકો મળી શકે છે. ઝી 24 કલાકના એક્ઝિટ પોલમાં આ આંકડા સામે આવ્યા છે. જેના અનુસાર કોંગ્રેસને 45 થી 60 બેઠકો મળશે. જ્યારે આમ આદમી પાર્ટીને એક થી પાંચ બેઠકો મળશે. જ્યારે અન્ય પક્ષોને ચાર જેટલી બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલસ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને ગત વર્ષ કરતા વધુ બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસની બેઠકમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખાતુ ખોલાવી શકે છે. ભાજપને વર્ષ 2017 કરતા 2022માં ફાયદો થશે તેવું એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે સામે આવી રહ્યું છે.


એક્ઝિટ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જો કે, પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઓછું મતદાન થયું હતું. આ વખતે મધ્ય ગુજરાતમાં 61 બેઠકો પર ત્રણેય પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.


મધ્ય ગુજરાતની 61માંથી કોને કેટલી સીટ?
ભાજપને 43, કોંગ્રેસને 14, AAPને 1, અન્યને 3 બેઠકનું અનુમાન


મધ્ય ગુજરાતમાં કોને કેટલી સીટનું નફા-નુકસાન?
ભાજપને 6 સીટનો ફાયદો, કોંગ્રેસને 8 સીટનું નુકસાન


મધ્ય ગુજરાતમાં કોને કેટલી સીટનું નફા-નુકસાન?
AAPને 1 સીટનો ફાયદો, અન્યને 1 સીટનો ફાયદો


મધ્ય ગુજરાતમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર?
ભાજપને 52 ટકા વોટ શેર, કોંગ્રેસને 42 ટકા વોટ શેર


મધ્ય ગુજરાતમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર?
AAPને 3 ટકા વોટ શેર, અન્યને 3 ટકા વોટ શેર


જ્ઞાતિ પ્રમાણે વોટ શેર બેકિગ (સવર્ણ સમાજ)
વિધાનસભા 2022ની ચૂંટણીમાં લોકોની પહેલી પસંદ ભાજપ રહ્યો છે. 2022ની ચૂંટણીમાં તમામ જ્ઞાતિઓની પહેલી પસંદ ભાજપ રહ્યો છે. તમામ જ્ઞાતિઓએ સૌથી વધુ ભાજપને મત આપ્યો છે. જેમાં સવર્ણ સમાજના 49 ટકા મત ભાજપને મળી શકે છે. કોંગ્રેસને સવર્ણના 41 ટકા અને AAPને 8 ટકા મત મળી શકે છે. અન્ય પક્ષોને સવર્ણ સમાજના 2 ટકા મત મળી શકે છે. 


OBC સમાજ
તેવી રીતે OBC સમાજના 48 ટકા મત ભાજપને મળી શકે છે. કોંગ્રેસને OBCના 43 ટકા તો AAPને 6 ટકા મત મળી શકે છે. અન્ય પક્ષોને OBC સમાજના 3 ટકા મત મળી શકે છે. કડવા પટેલના 58 ટકા મત ભાજપને મળ્યા છે. કડવા પટેલના કોંગ્રેસને 34 ટકા તો AAPને 3% મત મળી શકે છે. કડવા પટેલના અન્ય પક્ષોને 5 ટકા મત મળ્યા છે. જ્યારે લેઉવા પટેલોના 53 ટકા મત ભાજપમાં આવી શકે છે. કોંગ્રેસને લેઉવા પટેલોના 37 ટકા મત મળે છે. અને AAP તેમજ અન્ય પક્ષોને લેઉવા પટેલોના 5 ટકા મત મળી શકે છે.


અનુસૂચિત જાતિ
અનુસૂચિત જાતિના 48 ટકા મત ભાજપને મળી શકે છે. અનુસૂચિત જાતિના AAPને 7 ટકા, અન્યને 4 ટકા મત મળી શકે છે. અનુસૂચિત જનજાતિના 49 ટકા મત ભાજપને અને અનુસૂચિત જનજાતિના કોંગ્રેસને 42 ટકા મત મળી શકે છે. અનુસૂચિત જનજાતિના આપને 2 ટકા મત મળી શકે છે. અન્યને 7 ટકા મત અનૂસુચિત જનજાતિના મળી શકે છે.


લઘુમતી સમાજ
લઘુમતી સમાજના 11 ટકા મત ભાજપને મળી શકે છે. કોંગ્રેસને 67 ટકા મત તો AAPને 19 ટકા મત મળી શકે છે. અન્ય પક્ષોને લઘુમતી સમાજના 3 ટકા મત મળી શકે છે.


ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ 
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગુજરાત વિધાસનભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે, સરારેશ 60 ટકા મતદાન થયો હોવાનો અંદાજ છે.