વિધાનસભાની વાતઃ ગાંધીધામનું આ વખતે કેવું છે રાજકીય ગણિત? જાણો શું છે હાર-જીતના સમીકરણો
Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ ગાંધીધામ વિધાનસભા બેઠક વર્ષ 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં અહીં બે વાર ચૂંટણી થઈ છે. બંને વાર ભાજપ જીત્યું છે. વર્ષ 2012માં અહીંથી રમેશ મહેશ્વરી જીત્યા હતા. તો 2017માં માલતી મહેશ્વરીની જીત થઈ હતી. એટલે કે અત્યાર સુધી ગાંધીધામ બેઠક ભાજપનો ગઢ રહી છે.
Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ વર્ષ 2015માં કેન્દ્ર સરકાર તરફથી 100 સ્માર્ટ સિટી બનાવવાની મહત્વકાંક્ષી યોજના લાગુ કરવામાં આવી છે, તેમાં સૌથી પ્રથમ સ્માર્ટ સિટી ગાંધીધામને બનાવવાનું આયોજન છે. ગાંધીધામ વિસ્તાર અને વસતિની દ્રષ્ટિએ કચ્છનો સૌથી મોટો જિલ્લો છે. ગાંધીધામ વિધાનસભા બેઠ વર્ષ 2008 બાદ અસ્તિત્વમાં આવી. ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારમાં ગાંધીધામ તાલુકો, ભચાઉ તાલુકાના કેટલાક ગામો અને અંજાર તાલુકાના વારસણા ગામનો સમાવેશ થાય છે. ગાંધીધામ કચ્છનું આર્થિક પાટનગર ગણવામાં આવે છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકાર તરફથી 100 સ્માર્ટ સિટી બનાવવાની મહત્વકાંક્ષી યોજના લાગુ કરવામાં આવી છે, તેમાં સૌથી પ્રથમ સ્માર્ટ સિટી ગાંધીધામને બનાવવાનું આયોજન છે.
શું છે ગાંધીધામ બેઠકના સમીકરણો?
ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારમાં 3 લાખ 11 હજાર 574 મતદારો છે. જેમાંથી 1 લાખ 65 હજાર 494 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 46 હજાર 74 મહિલા મતદારો છે. જ્યારે છ અન્ય મતદારો છે. એટલે કે 54 ટકા પુરુષ અને લગભગ 46 ટકા મહિલા મતદારો છે. ગાંધીધામમાં 78 જેટલું શિક્ષણનું પ્રમાણ છે. ગાંધીધામ બેઠક પર હારજીત સવર્ણ અને ઓબીસી સમાજના મતદારો નક્કી કરી છે. સવર્ણોમાં સિંધી, લોહાણા, લેઉઆ પટેલ, દરબાર, બ્રાહ્મણ અને ભાનુશાળી સમાજ મુખ્ય છે. અહીં સવર્ણ મતદારો 248 ટકા છે. તો 16.9 ટકા, લધુમતી 16.6 ટકા, એસ.સી 15.5 ટકા, અન્ય જાતિ 12.0 ટકા છે.
શું છે ગાંધીધામ બેઠકનો ઈતિહાસ?
ગાંધીધામ વિધાનસભા બેઠક વર્ષ 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં અહીં બે વાર ચૂંટણી થઈ છે. બંને વાર ભાજપ જીત્યું છે. વર્ષ 2012માં અહીંથી રમેશ મહેશ્વરી જીત્યા હતા. તો 2017માં માલતી મહેશ્વરીની જીત થઈ હતી. એટલે કે અત્યાર સુધી ગાંધીધામ બેઠક ભાજપનો ગઢ રહી છે.
2022ની ચૂંટણીમાં શું થશે?
આ ચૂંટણીમાં ગાંધીધામ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ભાજપે અહીંથી માલતી મહેશ્વરીને રીપિટ કર્યા છે. તો કોંગ્રેસે ભરત સોલંકીને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ બી. ટી. મહેશ્વરીને ટિકિટ આપી છે. આમ, આ વખતે ગાંધીધામ બેઠક પર ત્રિપાંખિયો જંગ છે, જેમાં જીત કોની થશે તે જનતા નક્કી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube