Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. હવે બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે રાજકોટના ગોંડલમાં ભાજપને મત આપતો વીડિયો વાયરલ થયો છે. ગોંડલ વિધાનસભા બેઠકના મતદાન બુથમાં નાના બાળકના હાથે મતદાન કરાયું છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોનું ZEE 24 કલાક પુષ્ટી કરતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના ગોંડલમાં ભાજપને મત આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મતદાન બુથમાં નાના બાળકને હાથે મતદાન કરાય છે. ગોંડલ વિધાનસભા બેઠક પર EVMમાં ભાજપને મત આપતો વિડીયોથી ખળભળાટ મચી ગઈ છે. મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે, તે છતાં કેમ વિડીયો ઉતર્યો તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. નાના બાળકને હાથે મત નંખાવી નિયમનું ઉલ્લંઘન કર્યું.


મહત્વનું છે કે, ગોંડલમાં ચૂંટણી નિયમોના લીરેલીરા ઉડ્યા છે. ભાજપને મત આપતો વીડિયોથી ચારેબાજુ ચર્ચા જાગી છે. મતદાન બુથમાં બાળકના હાથે મતદાન કરાવાઈ રહ્યું છે. આજે સવારથી સોશિયલ મીડિયામાં EVMમાં મત આપતો વીડિયો વાયરલ થયો છે.


ઉલ્લેખનીય છે કે, ગોંડલની બેઠક પર જયરાજસિંહ અને રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા વચ્ચે જીતનો જંગ છેડાયો હતો. રીબડાના અનિરૂદ્ધસિંહ અને ગોંડલના જયરાજસિંહ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો હતો. રીબડામાં અનિરૂદ્ધસિંહની પોલીસ સાથે માથાકુટ થઈ હતી. તેમણે પ્રિસાઈડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube