Gujarat Election 2022: ચૂંટણીમાં ફરી પાટીદાર અનામત આંદોલનના એક જૂના જોગીએ હાર્દિક પટેલ પર મોટા આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો છે. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિએ પત્રકાર પરિષદ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાસના સભ્ય નિલેશ એરવાડીયાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ઘણા લોકો ભાજપ સામે લડી રહ્યા છે. ભાજપ સામે અપક્ષ કે કોંગ્રેસમાં લડતા તમામ લોકોને પાસનો ખુલ્લો ટેકો છે. પરંતુ હજુ એવા ઘણા પરિવારો છે, જેમને હજું સુધી ન્યાય નથી મળ્યો, સરકારો બદલાઈ પણ માંગણીઓ પૂર્ણ નથી થઈ. પાસમાંથી ભાજપમાં ગયેલા હાર્દિક પટેલ EBC પણ અપાવી શક્યો નથી. લાખો યુવાનોએ કરેલી મહેનતના લીધે મળી છે. હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને જે ઓબીસીની મુખ્ય માગણી હતી એની જગ્યાએ 10% ઈબીસીનું લોલીપોપ પકડાવીને પોતે આ અપાવ્યું હોવાની વાત કરે છે, જે ખોટી છે. 


નિલેશ એરવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે હાર્દિક પટેલે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. પરંતુ પાટીદાર સમાજ હવે હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરશે. વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો અને પાટીદાર સમાજના યુવાનો હાર્દિક પટેલનો વિરોધ કરશે. આંદોલન વખતે લાખો પાટીદાર યુવાનો રોડ પર ઊતર્યા હતા અને તેમની સામે કેસ થયા હતા. આજે પણ અનેક યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાય છે.


આ પણ વીડિયો જુઓ:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube