અમદાવાદઃ ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) 2022 યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે. તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. એટલે કે આ વખતે ત્રણેય પાર્ટીઓ વચ્ચે રોમાંચક જંગ રહેવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2017ની ચૂંટણીમાં આ બેઠકો રહી હતી ચર્ચામાં
દરેક ચૂંટણીમાં 1 મતની કિંમત પણ ખુબ વધુ હોય છે. ક્યારેક એક મત ઉમેદવારની હાર-જીત નક્કી કરતો હોય છે. ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસે 77 સીટો જીતી હતી. આ ચૂંટણીમાં કેટલીક બેઠકો પર રોમાંચક ટક્કર જોવા મળી હતી. જ્યાં ખુબ ઓછા મતે હાર-જીતનો નિર્ણય થયો હતો. 


2 હજાર કરતા ઓછા મતે આ બેઠકો પર થયો હતો હાર-જીતનો નિર્ણય
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠક એવી હતી જ્યાં બે હજાર કરતા ઓછા મતે ઉમેદવારની હાર-જીતનો નિર્ણય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીનો કપરાડા બેઠક પર સૌથી ઓછા એટલે કે માત્ર 170 મતે વિજય થયો હતો. તો ગોધરાની સીટ પર ભાજપના સીકે રાઉલજીએ 258 મતે જીત મેળવી હતી. 1000 કરતા ઓછા મતે ઉમેદવારની જીત થઈ હોય તેવી 7 બેઠકો હતો. તો ત્રણ બેઠકો એવી હતી જેમાં હાર-જીતનું અંતર 1500 કરતા ઓછું હતું. જ્યારે 7 બેઠક પર હાર-જીતનું અંતર 2000 જેટલું હતું.


આ પણ વાંચોઃ કાલથી પ્રથમ તબક્કા માટે ભાજપનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર, આ દિગ્ગજ નેતાઓ ઉતરશે મેદાનમાં


2017ની ચૂંટણીમાં આ બેઠક પર હતું હાર-જીતનું સૌથી ઓછું અંતર
ક્રમ    બેઠક        વિજેતા        માર્જીન    પક્ષ
1    કપરાડા        જીતુ ચૌધરી        170    કોંગ્રેસ
2    ગોધરા        સી. કે. રાઉલજી    258    ભાજપ
3    ધોળકા        ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા    327    ભાજપ
4    માણસા        સુરેશ પટેલ        524    કોંગ્રેસ
5    ડાંગ-ST        મંગળ ગાવીત    768    કોંગ્રેસ
6    બોટાદ        સૌરભ પટેલ    906    ભાજપ
7    દિયોદર        શિવાભાઈ ભૂરિયા    972    કોંગ્રેસ
8    છોટાઉદેપુર-ST    મોહનસિંહ રાઠવા    1093    કોંગ્રેસ
9    વિજાપુર        રમણ પટેલ        1164    ભાજપ
10    વાંકાનેર        જાવેદ પીરઝાદા    1361    કોંગ્રેસ
11    મોડાસા        રાજેન્દ્ર ઠાકોર    1640    કોંગ્રેસ
12    હિંમતનગર        રાજેન્દ્રસિંહ ચાવડા    1712    ભાજપ
13    તળાજા        કનુભાઈ બારૈયા    1779    કોંગ્રેસ
14    પોરબંદર        બાબુ બોખીરિયા    1855    ભાજપ
15    ગારિયાધાર        કેશુભાઈ નાકરાણી    1876    ભાજપ
16    ઉમરેઠ        ગોવિંદ પરમાર    1883    ભાજપ
17    ધાનેરા        નથાભાઈ પટેલ    2093    કોંગ્રેસ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube