Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ આજે પણ જેતપુરનો સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગનો ઉદ્યોગ વિખ્યાત છે. છેલ્લી ત્રણ ચૂંટણીથી અહીં જયેશ રાદડિયા જીતતા આવે છે. સાડી ઉદ્યોગના કારણે જાણીતું જેતપુર અનોખો મિજાજ ધરાવે છે. એક સમયે જેતપુરને મિનિ દુબઈ કહેવામાં આવતું હતું. આજે પણ જેતપુરનો સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગનો ઉદ્યોગ વિખ્યાત છે. છેલ્લી ત્રણ ચૂંટણીથી અહીં જયેશ રાદડિયા જીતતા આવે છે. જેઓ સ્વર્ગસ્થ સહકારી નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાને જ ટિકિટ આપી તેમના પર ફરી વિશ્વાસ મુક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે જેતપુરના સમીકરણો?
જેતપુર વિધાનસભા બેઠક પર 2 લાખ 52 હજાર 718 મતદારો છે. જેમાંથી 1 લાખ 19 હજાર 815 મહિલા મતદારો છે. જ્યારે 1 લાખ 32 હજાર 901 મહિલા મતદારો છે. આ બેઠક પર લેઉઆ પટેલ સમાજની વસ્તિ સૌથી વધારે છે.  આ સાથે દલિત, લઘુમતિ અને કોળી સમાજ પ્રભુત્વ ધરાવે છે. જેતપુર વિધાનસભા બેઠક પર 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube