Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ મહેસાણા જિલ્લાની મહેસાણા વિધાનસભા બેઠક ખૂબ મહત્વની છે. 2017માં અહીંયા ભાજપને જીત મળી હતી. આ સીટ પર બીજેપીનું વર્ચસ્વ છે. 1990થી અહીંયા ભાજપના ઉમેદવારને જીત મળતી રહી છે. 2017માં નીતિન પટેલને જીત મળી હતી. પરંતુ આ વખતે તેમને ટિકીટ આપવામાં આવી નથી. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ખુલીને મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેમને સીએમ બનવાની તક મળી નહીં. પરંતુ તેમની નારાજગીને જોઈને પાર્ટીએ તેમને ડિપ્ટી સીએમ બનાવી દીધા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા બેઠકના મતદારો:
બેઠક પર કુલ 2 લાખ 16 હજાર 149 મતદારો છે. જેમાં 1 લાખ 12 હજાર 658 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 3 હજાર 497 મહિલા મતદારો છે.


મહેસાણા બેઠકનો ટ્રેક રેકોર્ડ:


વર્ષ           વિજેતા ઉમેદવાર             પક્ષ


1962  શાંતિબેન ભોલાભાઇ પટેલ           કોંગ્રેસ


1967  કે. જે યાજ્ઞિક                       સ્વતંત્ર


1972  દયાશંકર ટી. ત્રિવેદી             કોંગ્રેસ


1975  ભાવસિંહજી ધનસિંહજી ઝાલા       કોંગ્રેસ


1980  ભાવસિંહજી ધનસિંહજી ઝાલા       કોંગ્રેસ


1981  એ. આર. ભાવસિંહજી            કોંગ્રેસ


(પેટા ચૂંટણી)     


1985  મણીલાલ વિરચંદદાસ પટેલ         કોંગ્રેસ


1990  ખોડાભાઇન એન. પટેલ          ભાજપ


1995  ખોડાભાઇ એન. પટેલ            ભાજપ


1998  ખોડાભાઇ એન. પટેલ             ભાજપ


2002  અનિલકુમાર પટેલ                ભાજપ


2007  અનિલકુમાર પટેલ                ભાજપ


2012  નીતિન પટેલ                         ભાજપ


2017  નીતીન પટેલ                        ભાજપ


બેઠકનું જાતિગત સમીકરણ:
મહેસાણા બેઠક પર 22.6 ટકા પાટીદાર મતદારો, 15.8 ટકા ઠાકોર, 12.9 ટકા સવર્ણા, 2.3 ટકા ક્ષત્રિય, 3.4 ટકા ચૌધરી, 5.6 ટકા મુસ્લિમ, 11.7 ટકા દલિત મતદારો છે.


મહેસાણા બેઠકનો રાજકીય ઈતિહાસ:
મહેસાણા વિધાનસભા બેઠક પર વર્ષ 1990 સુધી લગભગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 1990માં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પહેલી વખત ભાજપનું કમળ ખીલ્યું હતું. પાટીદાર સમાજમાંથી આવતાં અને ભાજપના ઉમેદવાર ખોડાભાઈ પટેલે વર્ષો બાદ કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લઈ ભાજપના પહેલાં ધારાસભ્ય તરીકે રેકોર્ડ નોંધાવ્યો હતો. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિજયીનો સિલસીલો ચાલુ રાખ્યો છે.