વિધાનસભાની વાતઃ આ વખતે મોડાસાના મતદારોનો શું છે મૂડ? શું જીતની હેટ્રિક લગાવશે કોંગ્રેસ?
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ અરવલ્લી જિલ્લાની મહત્વની બેઠક મોડાસા છે. હાલમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર મોડાસાના ધારાસભ્ય છે. તે આ સીટ પર છેલ્લી 2 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ દિલચશ્પ રહ્યા હતા. તે ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ ઠાકોરને 83 હજાર 411 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભીખુસિંહજીને 81 હજાર 771 મત મળ્યા હતા.
ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત પછી રાજકીય પ્રચાર-પ્રસાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. તેની વચ્ચે તમારે એ પણ જાણી લેવું જોઈએ કે કઈ બેઠક પર કેટલા મતદારો છે અને ત્યાં પહેલાં કયા પક્ષનું શાસન હતું. આજે આવી જ એક બેઠકની વાત કરીશું. બેઠકનું નામ છે અરવલ્લી જિલ્લાની મોડાસા બેઠક. અરવલ્લી જિલ્લાની મોડાસા બેઠક પર છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસનું શાસન છે. આ વખતની ચૂંટણી મોડાસા વિધાનસભા બેઠક માટે ઉમેદવાર તરીકે ભાજપે ભીખુભાઈ પરમાર, કોંગ્રેસે રાજેન્દ્રસિંહ ઠાકોર જ્યારે આમ આદમી પાર્ટીએ રાજેન્દ્રસિંહ પરમારની મેદાને ઉતાર્યા છે. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક જેવા નામનો સહારો લઈને લાભ લેવાનો પ્રયાસ કર્યો છે.
બેઠક પરના મતદારો:
મોડાસા બેઠક પર કુલ 2 લાખ 70 હજાર જેટલા મતદારો છે. જેમાં 1.37 લાખ પુરુષ મતદારો છે. જ્યારે 1.32 લાખ મહિલા મતદારો છે. જ્યારે 18 અન્ય મતદારો છે. બેઠક પર કુલ 177 ગામડાઓનો સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર સમાજના મતદારો સૌથી વધારે છે. આ સિવાય લેઉઆ, કડવા અને કચ્છી પટેલની વસ્તી વધારે છે. સાથે જ લઘુમતી સમાજના મતો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
2017નું પરિણામ:
વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને 83 હજાર 411 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભીખુસિંહજી પરમારને 81 હજાર 771 મત મળ્યા હતા. એટલે 2017ની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ માત્ર 1640 મતથી વિજયી બન્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસે બેઠક જાળવી રાખવા માટે આકરી મહેનત કરવી પડશે.
મોડાસા બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 વાડીલાલ મહેતા કોંગ્રેસ
1967 એન એસ પટેલ સ્વતંત્ર
1972 અંબાલાલ ઉપાધ્યાય કોંગ્રેસ
1975 અર્જનભાઈ પટેલ બીજેએસ
1980 અંબાલાલ ઉપાધ્યાય કોંગ્રેસ
1985 ચંદુસિંહ ઠાકોર કોંગ્રેસ
1987 આર એમ છગનસિંહ કોંગ્રેસ
1990 હરિભાઇ પટેલ જનતા દળ
1995 દિલીપસિંહ પરમાર ભાજપ
1998 દિલીપસિંહ પરમાર ભાજપ
2002 દિલીપસિંહ પરમાર ભાજપ
2007 દિલીપસિંહ પરમાર ભાજપ
2012 રાજેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસ
2017 રાજેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube