Gujarat Election 2022: ગુજરાતમાં ચુંટણીનો જોરદાર માહોલ જામ્યો છે. તમામ પક્ષો પોતાની જીત અને પોતાની સરકાર બનતી હોવાના દાવા કરી રહ્યા છે.  તેવામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણીના પરિણામ પહેલા આગાહી કરી દીધી છે કે, ગુજરાતમાં કોંગ્રેસની માત્ર 5 સીટો આવશે અને રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની માત્ર 5 સીટ જ આવશે. આથી કોંગ્રેસને મત આપવો બેકાર છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીને ખુબ જ આવકાર મળી રહ્યો છે. અમે સામાન્ય નાગરિકની સમસ્યાઓ ઉકેલવાના છીએ. યુવાનોને રોજગારી આપીશું. અમે ગુજરાતના યુવાનોને આહવાન કરીએ છીએ કે એક પણ પેપર નહિ ફૂટવા દઈએ. 


કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા કે, ગુજરાતમાં પેપર ફૂટતા નથી વેચવામાં આવે છે. પરંતુ તેમ છતાં અમારી સરકાર બનશે તો યુવાનોને રોજગાર આપવાની ગેરંટી અમારી. યુવાનોને રોજગારી, મહિલાઓને રોજગારની ગેરંટી છે. 


કેજરીવાલે ઉમેર્યું હતું કે, રેવડી શબ્દથી હું સહમત છું. ભાજપ અમીરોને રેવડી વહેંચે છે. હું ગરીબોને, યુવાનોને રેવડી વહેંચવા આવ્યો છું. કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમના આક્ષેપ મામલે કેજરીવાલે જણાવ્યું હતું કે, અમે આમ આદમીની બી ટીમ છીએ. કોંગ્રેસ હરીફાઈમાં જ નથી. તમારો મત આપીને બગાડશો નહિ. કોંગ્રેસનો ઉમેદવાર જીતીને પણ ભાજપમાં જોડાઈ જશે. આદિવાસીઓ માટે પેસા કાયદો લાગુ કરીશું.


ગુજરાતમાં પાંચ સીટ આવશે - અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ દર વખતે ચૂંટણીમાં આગાહી કરતા હોય છે, એમ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં જણાવ્યું છે કે કોંગ્રેસની ગુજરાતમાં પાંચ સીટ આવશે. દિલ્હીમાં ટિકિટ ખરીદી મામલે પણ અરવિંદ કેજરીવાલે ખુલીને વાત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube