ખેડાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડા જિલ્લામાં ચૂંટણી સભા સંબોધી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં રવિશંકર મહારાજને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતીમાં સંબોધન કરી રહ્યાં હતા, પરંતુ એક એવો મુદ્દો આવ્યો કે પ્રધાનમંત્રી અચાનક હિન્દીમાં બોલવા લાગ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડામાં આતંકવાદને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બોલ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે. પહેલા ભરૂચના નેત્રંગમાં સભાનું સંબોધન કર્યા બાદ પીએમ મોદી સીધા ખેડા પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ આતંકવાદ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા. પીએમ મોદીએ કહ્યું કે મુંબઈમાં જે આતંકી હુમલો થયો તે આતંકની પરાકાષ્ઠા હતી. તેમણે કહ્યું કે, આપણું ગુજરાત પણ લાંબા સમયથી આતંકીઓના નિશાને રહ્યું છે. તેમણે કહ્યું કે અમે ગુજરાતમાં આતંકીઓને પકડતા અને કાર્યવાહી કરતા હતા પરંતુ જે રીતે દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસની સરકાર આતંકીઓને છોડાવવા માટે ખુબ મહેનત કરતી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે આતંકને ટાર્ગેટ કરતા પરંતુ કોંગ્રેસ સરકાર નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરી રહી હતી. આ કારણે આતંકીઓનું મનોબળ વધ્યું અને દેશના મોટા શહેરોમાં આતંકી હુમલા વધ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દિલ્હીમાં બાટલા હાઉસ એનકાઉન્ટર થયું તો કોંગ્રેસના નેતાઓ આતંકવાદના સમર્થનમાં આવી ગયા હતા. 


આ પણ વાંચોઃ PM મોદીએ નેત્રંગમાં બે આદિવાસી બાળકો સાથે કરી મુલાકાત, જાણો કોણ છે જય અને અવિ


બાટલા હાઉસ એનકાઉન્ટરને કર્યું યાદ
ખેડામાં આતંકવાદ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે, દિલ્હીમાં બાટલા હાઉસ એનકાઉન્ટર દરમિયાન કોંગ્રેસના નેતાઓ આતંકીઓના સમર્થનમાં રડવા લાગ્યા હતા. પીએમ મોદીએ આકરો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આતંકવાદને પણ વોટબેંકની નજરથી જુએ છે. તુષ્ટિકરણની નજરથી જુએ છે. તેમણે કહ્યું કે, હવે માત્ર કોંગ્રેસ નથી, અન્ય નાના-નાના દળો પણ છે. આ લોકો શોર્ટકટની રાજનીતિ કરે છે. તેમની સત્તાની ભૂખ વધારે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube