Gujarat Election 2022: આ રાજકોટે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો, તેનું ઋણ હું ક્યારેય ન ચૂકવી શકુઃ પીએમ મોદી
Gujarat Assembly Election 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડ પર ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
રાજકોટઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો સહિત પ્રથમ તબક્કાની કુલ 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ સીટો પર આવતીકાલથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આ પહેલાં રાજકોટમાં પોતાના ગઢ સાચવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી સભા સંબોધવા માટે પહોંચી ગયા છે. રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડમાં પીએમ મોદીની ચૂંટણી સભા છે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાલીતાણા, અંજાર અને ત્યારબાદ જામનગરમાં ચૂંટણી સભા સંબોધી હતી.
રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યાં આ મારી છેલ્લી સભા છે. આ ચૂંટણી સૌરાષ્ટ્, કચ્છ અને ગુજરાતની જનતા લડી રહી છે. લોકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે.
- હું રાજકોટથી પ્રથમ ચૂંટણી લડ્યો હતો. રાજકોટનું આ ઋુણ હું ક્યારેય ચૂકવી શકુ નહીં.
- આપણે 25 વર્ષમાં વિકસિત ગુજરાત બનાવવાનું છે. ભાજપનું સંકલ્પ પત્ર પણ ભવિષ્યના વિકસિત ગુજરાતનું છે.
- આપણે આત્મનિર્ભર ગુજરાત બનાવવાનું છે.
- આપણે એક-એક રન નહીં પરંતુ સદી ફટકારવાની છે.
-10 વર્ષમાં કોંગ્રેસની સરકાર દેશની અર્થવ્યવસ્થા ન સુધારી શકી.
- ભારત બ્રિટનને પાછળ છોડી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું.
- અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી હોવા છતાં દેશની અર્થવ્યવસ્થા બગડી.
- જે લોકો ગુજરાતને જાણતા નથી, સમજતા નથી તેમને અંદાજ નહિ હોય કે આજે ગુજરાત જે ઊંચાઈએ પહોંચ્યું છે તેમ કેટલા સંઘર્ષ અને કેટલું સહન કર્યું છે.
- એક જમાનો હતો કે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી, આજે ગુજરાતમાં હવાઈ જહાજ બનાવવામાં આવી રહ્યા છે.
- રાજકોટ એન્જિનિયરિંગ ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે.
- આજે એક્સપોર્ટમાં ભારત નંબર વન છે.
- દેશ માટે જીતવા હોઈએ ત્યારે આવી રીતે કામ થાય. આવા પરિણામ મળે.
- બીજા દેશો પર ભારતની નિર્ભરતા ખતમ થવી જોઈએ.
- કોંગ્રેસના રાજમાં અનેક કૌભાંડો થયા.
- ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જ્યાં આખા રાજ્યમાં 5જીની સેવા મળી.
- 4જી એટલે સાયકલ, 5જી એટલે વિમાન.
- દુનિયાનો સૌથી સસ્તો ડેટા આપણા દેશમાં છે.
- કોંગ્રેસના સમયમાં જે મોબાઇલના ભાવ હતા, આજે તે સરકાર હોત તો મહિને 3-4 હજાર રૂપિયા મોબાઇલનું બિલ આવત. પરંતુ ભાજપની સરકારે મોબાઇલનું બિલ ઘટાડી દીધુ. આજે વાત કરવી ફ્રી થઈ ગઈ.
- ડિજિટલ સેવાઓને કારણે લોકોમાં એક નવી શક્તિ આવી છે.
- ભાજપ સરકારે 9 કરોડ ભૂતિયા નામ ભાજપ સરકારે કાઢી નાખ્યા.
- કોંગ્રેસના શાસનમાં 4 કરોડ કરતા વધુ નકલી ગેસ સિલિન્ડર હતા.
- કોંગ્રેસના શાસનમાં જેમનો જન્મ ન થયો હોય તે પણ લાભ લેતા હતા.
- કોંગ્રેસના શાસનમાં ગરીબો અને વંચીતોને લાભ મળતો નહોતો.
- અમે અનેક બિનજરૂરી કાયદા ખતમ કરી દીધા છે.
- 5 વર્ષમાં 1500 કાયદા ખત્મ કરી દેવામાં આવ્યા છે.
- રાજકોટમાં ભવ્ય એરપોર્ટ બની રહ્યું છે. તેનો ફાયદો સૌરાષ્ટ્રને મળશે.
- અમે નાના માણસોને લોન આપવાની શરૂઆત કરી. પાછરણાવાળા અને નાના વેપારીઓને લોન આપી. આજે નાના માણસોએ દેશ લૂંટ્યો નથી. તેમણે સમયસર પૈસા ચુકવ્યા છે.
- પીએમ મોદીએ કહ્યું કે, આપણે બધા રેકોર્ડ તોડવાના છે. તમારે વધુમાં વધુ મતદાન કરવાનું છે.
- પીએમ મોદીએ સભામાં હાજર રહેલા લોકોના મોબાઇલની ફ્લેશ લાઇટ શરૂ કરાવી હતી.
રાજકોટમાં આ ઉમેદવારો વચ્ચે ટક્કર
રાજકોટ પૂર્વ બેઠક
ઉદય કાનગડ (ભાજપ), ઈન્દ્રનીલ રાજ્યગુરૂ (કોંગ્રેસ), રાહુલ ભૂવા (આપ)
રાજકોટ પશ્ચિમ
દર્શિતા શાહ (ભાજપ), મનસુખ કાલરિયા (કોંગ્રેસ), દિનેશ જોશી (આપ)
રાજકોટ દક્ષિણ
રમેશ ટીલાળા (ભાજપ), હિતેશ વોરા (કોંગ્રેસ), શિવલાલ બારસિયા (આપ)
રાજકોટ ગ્રામ્ય
ભાનુ બાબરિયા (ભાજપ), સુરેશ બથવાર (કોંગ્રેસ) વશરામ સાગઠિયા (આપ).
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube