ભાવનગરઃ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માં પ્રથમ તબક્કાના મતદાનમાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. પીએમ મોદી વડોદરામાં ચૂંટણી સભા સંબોધ્યા બાદ હવે ભાવનગર પહોંચ્યા છે. ભાવનગરના ચિત્રા વિસ્તારના ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પહેલા અહીં લોકોનું મનોરંજન પણ કરાવવામાં આવ્યું હતું. અહીં સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, કિંજલ દવે હાજર રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
ભાવનગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે આ ભૂમિ કૃષ્ણકુમાર સિંહજીની તપોભૂમિ છે. તેમણે કહ્યું કે, ભાજપની જનતાને ચારેય તરફથી જનસમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે હું છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની જનતાના દર્શન કરી રહ્યો છું. 


પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી માત્ર ગાંધીનગરમાં પાંચ વર્ષ માટે ધારાસભ્યો મોકલવા માટેની નથી. તેમણે કહ્યું કે આ ચૂંટણી 25 વર્ષ પછી ગુજરાત કેવું હશે તે માટેની છે. આવનારા દિવસોમાં ગુજરાત મજબૂત બને તે માટેની આ ચૂંટણી છે. તેમણે કહ્યું કે હવે સમય બદલાયો છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ગુજરાત માટે માત્ર કમળના નિશાન પર મત આપવાનો છે. તમે ભાજપને મત આપો, વિકસિત ગુજરાતની ગેરંટી હું આપુ છું. તેમણે કહ્યું કે, વિકસિત ગુજરાતના પાયા મજબૂત કરવા માટેની આ ચૂંટણી છે. દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડવાનો છે. તેમણે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં નવી આકાંક્ષા છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપ સમસ્યાનું સમાધાન કરવા દિવસ-રાત જહેમત કરનારી પાર્ટી છે. તમે વર્ષો પહેલા કોંગ્રેસનું શાસન જોયું છે. તમારો એક મત ગુજરાતને મજબૂત કરે છે. કોંગ્રેસના શાસનમાં કેવી દુર્દશા હશે તે તમે જોઈ છે. સૌરાષ્ટ્રમાં પહેલા પાણીની વિકરાળ સમસ્યા હતી. ખરાબ પાણીને કારણે ચામડીના રોગો અને અન્ય બીમારીઓ પણ થતી હતી. કોંગ્રેસ પાસે તે માટે કોઈ સમાધાન નહોતું. પરંતુ ભાજપની સરકારે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા દૂર કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube