ખેડાઃ ગુજરાતમાં હવે પ્રથમ તબક્કાના મતદાનમાં માત્ર ત્રણ દિવસ બાકી છે. 1 ડિસેમ્બરે 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડા પહોંચ્યા હતા. ખેડામાં પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ જિલ્લો એવો છે, જેણે કોંગ્રેસને સૌથી નજીકથી ઓળખી લીધી છે. પ્રધાનમંત્રી મોદીએ ખેડામાં રવિશંકર મહારાજને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે રવિશંકર મહારાજની જન્મભૂમિને મારા વંદન. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીના સંબોધનની મોટી વાતો
- પીએમ મોદીએ કહ્યું કે, આ જિલ્લાઓ કોંગ્રેસને સારી રીતે ઓળખી લીધો છે. કોંગ્રેસે આ જિલ્લાને પછાત રાખ્યો હતો. અહીંના પછાત સમાજ માટે ઘણા જુઠ્ઠાણા ફેલાવ્યા હતા. 


- પ્રધાનમંત્રી મોદીએ ખેડામાં જનસભાને સંબોધતા કહ્યું કે, ભાજપના સંકલ્પ પત્ર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલ અભિનંદનને પાત્ર છે. આ સંકલ્પ પત્રમાં ભાજપનું સ્પષ્ટ વિઝન છે. 


- પીએમ મોદીએ કહ્યુ કે, દેશમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે. અમે પછાતો માટે પછાત કમિશન પણ બનાવ્યું છે. તો પીએમ મોદીએ કહ્યું કે, અમે સામાન્ય વર્ગ માટે પણ 10 ટકા અનામતનું કામ કર્યું છે. હવે સામાન્ય વર્ગના લોકોને ભવિષ્ય બનાવવા માટે 10 ટકા અનામત મળી રહી છે. કોંગ્રેસે તેના માટે પણ રોડા નાખવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ મોદીની વાત પર સિક્કો મારી દીધો છે. 


- વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં કોઈપણ માપદંડમાં પાછળ ન હોય એવું ગુજરાત બનાવવા માટેની આ ચૂંટણી છે.  


- તમારા આશીર્વાદથી હું મોટો થયો છું, આ માટીએ મને મોટો કર્યો છે, તમે જ મારા શિક્ષક છો, તમે જ મારા સંસ્કારદાતા છો. 


- મેં ગરીબી જોયેલી છે, એના કારણે સામાન્ય વર્ગ માટે 10 %નું આરક્ષણ પણ આપણી સરકારે કરી દીધું. 


- આપણી સરકારે 3 લાખ કરોડ રૂપિયા ખર્ચીને ફ્રીમાં અનાજ આપ્યું. ગરીબ સંતાનો ભૂખ્યા ન સુવે તે સંકલ્પ સરકારે કર્યો છે. 


- કોંગ્રેસ નેતાઓને સોનિયા બહેને મારી ઓકાત દેખાડવા માટે મોકલ્યા છે. પરંતુ હું તમારી જેમ સામાન્ય માણસ છું. મારી શું ઓકાત હોય. લોકો જીવનભર આશીર્વાદ આપે તેવું કામ કર્યું છે. 


- પીએમ મોદીએ કહ્યું કે હવે ડોક્ટર એન્જિયનર બનવું સહેલું થઈ ગયું છે. અમારી સરકારે માતૃભાષામાં અભ્યાસક્રમ શરૂ કર્યો છે. તેનાથી અનેક બાળકોને ફાયદો થશે. 


- મુંબઈમાં જે થયું તે આતંકની પરાકાષ્ટા હતી. ગુજરાત પણ આનંતના નિશાને રહ્યું છે. પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. અમદાવાદ, સુરતમાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા. કોંગ્રેસની સરકાર આતંકીઓને ટાર્ગેટ કરવાની જગ્યાએ મોદીને ટાર્ગેટ કરવામાં લાગી રહી. 2014માં તમારા એક મતથી આતંકવાદનો ખાત્મો થયો. 


- પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે આતંકનો ખાત્મો કર્યો. આપણે ગુજરાતને આતંકની રમત રમનાર લોકોથી હંમેશા બચાવીને રાખવાનું છે. ગુજરાતની જે પેઢીએ કર્ફ્યૂ પણ નથી જોયું, તે લોકોને પણ બોમ્બ ધમાકાથી બચાવવાના છે. 


- આતંકવાદને રોકવાનું કામ ભાજપની ડબલ એન્જિનની સરકાર કરી શકે છે. આ લાંબી લડાઈ છે. તેના માટે એક મજબૂત સરકાર અને તમારા લોકોનો મજબૂત સાથ દેશને ખુબ જરૂરી છે. 


- પીએમ મોદીએ કહ્યું કે, કમળ માટે વધુમાં વધુ મતદાન કરાવજો. ગુજરાતના ભલા માટે બધા ભાજપને મતદાન કરાવજો. આપણે દરેક પોલિંગ બુથ પર વિજય મેળવવાનો છે. 


- ત્યારબાદ પીએમ મોદીએ લોકોને કહ્યું કે, હવે તમે મારૂ એક અંગત કામ કરજો. તમે બધાને મળવા જાવ તો બધાને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ ખેડા આવ્યા હતા. તમને હાથ જોડીને પ્રણામ કર્યાં છે. આ વડીલોને મારા પ્રણામ કહેજો. તેમના આશીર્વાદ મને તાકાત આપશે. દિલ્હીમાં દિવસ-રાત દોડવાની તાકાત મને આ વડીલોથી મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube