સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માં પ્રથમ તબક્કાના મતદાનમાં માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાટીદારોના ગઢ સુરતમાં ભવ્ય સભા કરવા માટે પહોંચી ગયા છે. વર્ષ 2015માં શરૂ થયેલા પાટીદાર આંદોલન બાદ પીએમ મોદીની આ વિસ્તારમાં પ્રથમ સભા છે. નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ સુરતમાં કોઈ સભા કે રેલી કરી નહોતી. ભાજપ વર્ષ 2017ની ચૂંટણીમાં ભારે વિરોધ છતાં સુરતમાં પોતાનો ગઢ બચાવવામાં ભાજપ સફળ રહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત પહોંચી ગયા છે. પીએમ મોદી અહીં 30 કિમી જેટલો લાંબો રોડ શો કરવાના છે. સુરતના રસ્તાઓ પર પીએમ મોદીનું સ્વાગત કરવા લોકોની લાંબી લાઈનો લાગી છે. રોડની બંને તરફ માનવ મેદની ઉમટી પડી છે. રસ્તા પર લોકો મોદી-મોદીના નારા લગાવી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ કારમાંથી બહાર નિકળી હાથ હલાવી લોકોનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીને જોવા માટે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે કલાકોથી લાઇનમાં ઉભી હતી. પીએમ મોદી પ્રથમ તબક્કાના મતદાન પહેલા સુરતમાં પ્રચાર માટે પહોંચ્યા છે. પીએમ મોદીનો રોડશો એરપોર્ટથી શરૂ થયો હતો. રોડની બંને તરફ મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી એરપોર્ટથી અબ્રામા સુધી રોડ માફરતે જઈ રહ્યાં છે. લોકો મોદી-મોદીના નારા સાથે પીએમનું સ્વાગત કરી રહ્યાં છે. પીએમની એક ઝલક જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 


આ ચૂંટણીમાં જોરદાર ટક્કરની શક્યતા
સુરતમાં આ વખતે ભાજપને આમ આદમી પાર્ટી ટક્કર આપી રહી છે. સુરતની કેટલીક સીટ પર આમ આદમી પાર્ટીએ પણ પોતાના મજબૂત ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપ સામે પોતાનો ગઢ બચાવવાનો મોટો પડકાર છે. નોંધનીય છે કે વર્ષ 2021માં સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ 27 સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે આ વખતે ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી બંનેનો પડકાર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube