નણંદ Vs ભાભી: મતદાનના દિવસે નયનાબાનો બદલાયો અંદાજ, ભાભી રિવાબા વિશે કહી આ વાત
ivaba Jadeja News: રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર છે. મત આપીને રીવાબા જાડેજાએ અપીલ કરી કે, શહેરીજનો મોટી સંખ્યામાં મતદાન કરે. જામનગરના લોકો પ્રત્યે મને સંપૂર્ણ વિશ્વાસ છે. જામનગર ઉત્તર બેઠક પર જંગી જીત થશે.
Gujarat First phase Assembly Election News Live Updates: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લડાઇએ ઘણા ઉમેદઅવારોને પણ રસપ્રદ બનાવ્યા છે, તેમાંથી એક ઉમેદવાર છે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા, જે જામનગરથી ચૂંટણી લડી રહ્યા છે. આ રસપ્રદ એટલા માટે છે કારણ કે જાડેજાની બહેન એટલે કે રિવાજાની નણદે અહીં તેમનો વિરોધ કર્યો હતો અને તેમની હાર માટે પ્રચારમાં ઉતરી હતી. પરંતુ આજે મતદાનાના દિવસે નયનાબાના બદલાતો અંદાજ જોવા મળ્યો હતો.
નયનાબા એ કહ્યું કે તેમના ભાઇ માટે તેમનો પ્રેમ પહેલાં જેવો જ છે. તેમની ભાભી ભાજપના ઉમેદવાર છે. એક ભાભી તરીકે તે સારી છે. આમ પહેલીવાર થયું નથી. જામનગરમાં ઘણા પરિવાર્ના સભ્યો અલગ-અલગ પાર્ટીઓ માટે કામ કરે છે. પોતાની વિચારધારાથી સંતુષ્ટ રહે. પોતાનું 100 ટકા આપે અને જે સારું હશે તે જીતશે.
ભાભી વિરૂદ્ધ કર્યો પ્રચાર
રવિન્દ્ર જાડેજાની બહેન અને રિવાબાની નણદ નયનાબાએ શરૂઆતથી જ પોતાની ભાભીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપે આ સીટ પરથી રિવાબાને ઉમેદવારી આપીને મોટી ભૂલ કરી છે. રિવાબા સેલિબ્રિટી હોઇ શકે છે, પરંતુ તેમને અનુભવ નથી એટલા માટે ભાજપ હાર જશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube